બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Announcing construction of Khodaldham in Patan, Naresh Patel said the Leuva Patel community is the economic and political backbone of Gujarat.

નિવેદન / પાટણમાં ખોડલધામ બનાવવાની જાહેરાત, નરેશ પટેલે કહ્યું લેઉવા પટેલ સમાજ ગુજરાતની ઇકોનોમિક અને પોલિટિકલ કરોડરજ્જુ

Vishal Khamar

Last Updated: 10:58 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રનાં કાગવડ જેવું ખોડલધામનું મંદિર પાટણનાં સંડેર ખાતે આગામી સમયમાં નિર્માણ પામશે. આગામી ટૂંક સમયમાં ખોડલધામના ખાતમુર્હત કરવામાં આવશે. જેને લઈ ખોડલધામનાં ચેરમેનનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

  • સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ
  • લેઉવા પટેલના કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં નિર્માણ પામશે 
  • 22મી ઓક્ટોબર અને આઠમના દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુહૂર્ત થશે 

લેઉવા પટેલનાં કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણનાં સંડેર ખાતે નિર્માણ પામી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રનાં કાગવડ જેવું જ મંદિર પાટણ પાસે બનવા જઈ રહ્યું છે. ત્યારે 22 મી ઓક્ટોબર અને આઠમનાં દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુર્હત થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે. ત્યારે ખોડલધામનાં ખાતમુર્હૂતનાં આયોજન અંગે આજે બેઠક મળી હતી. ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. સામાજીક અગ્રણી અનારબેન પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.  બેઠકમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામના ખાતમુહૂર્તમાં રહેશે ઉપસ્થિત 
પાટણ જીલ્લાનાં સંડેર ખાતે નિર્માણ પામી રહેલ ખોડલધામનાં ખાતમુર્હૂતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત એનસીપી નેતા અને સાંસદ પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. 

આજના જમાનામાં મુખ્ય તાકાત એ સંગઠન છે-નરેશ પટેલ 
સંડેર ખાતે ખોડલધામનાં ભૂમિપૂજન કાર્યક્રમનાં આયોજન અંગે મળેલી બેઠક બાદ નરેશ પટેલે નિવેદન આપ્યું છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ઈકોનોમિકની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે. ન માત્ર ઈકોનોમિક પરંતું પોલિટિકલ કરોડરજ્જુ પણ લેઉવા પટેલ સમાજ છે. ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ જે તરફ જાય છે. તે તરફ રાજકારણ ઢળે છે. ત્યારે લેઉવા પટેલ સમાજ પાસે પૈસાની ઉણપ નથી. પુષ્કળ રૂપિયા છે. આજનાં જમાનામાં મુખ્ય તાકાતએ સંગઠન છે. તેમજ ખોડલધામ સંસ્થા નથી. વિચાર છે. જાતિ આધારિત વસ્તી ગણતરી રાજકીય ચર્ચાનો વિષય છે. મારે કોમેન્ટ કરવી યોગ્ય નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ