બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / An IndiGo flight from Amritsar went astray in Pakistan

શ્વાસ અધ્ધર / આ શું બન્યું.! અમૃતસરથી અમદાવાદ માટે ઉડેલી ઈન્ડિગોની ફ્લાઇટ પાકિસ્તાનમાં ભટકી, 30 મિનિટ રહી ગુમ, પાકિસ્તાનમાં હડકંપ

Kishor

Last Updated: 07:58 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરાબ હવામાનના કારણે અમૃતસરથી અમદાવાદ આવતતી ઈન્ડિગો એરલાઈન્સની ફલાઇટ માર્ગ ભૂલી ગઈ હતી.

  • અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગો એરલાઈન્સ અટવાઈ
  • ખરાબ હવામાનના કારણે ફલાઇટ માર્ગ ભૂલી ગઈ
  • પાકિસ્તાનમાં પણ હડકંપ મચી ગયો

અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ લાહોર નજીક પાકિસ્તાનમાં  અટવાઈ પડી હતી. ખરાબ હવામાનના કારણે ફલાઇટ માર્ગ ભૂલી ગઈ હતી. જેને લઈને આ મામલે જાણ થતાં પાકિસ્તાનમાં પણ હડકંપ મચી ગયો હતો. બાદમાં લગભગ 30 મિનિટ બાદ ફ્લાઇટ રાત્રે 8 વાગ્યાની આસપાસ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ફરી આવી હતી. આ દરમિયાન ફ્લાઈટ ગુજરાંવાલા સુધી પહોંચી ગઈ હતી. ઈન્ડિગો દ્વારા આ મામલે સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી હતી. 

શનિવારે સાંજે 7:30 વાગ્યે લાહોર હવામાનમાં બદલાવ
ભારતીય વિમાન ગઈકાલે શનિવારે સાંજે 7:30 વાગ્યે લાહોરની ઉત્તર દિશામાં પ્રવેશ્યું હતું જ્યા અટક્યા બાદ રાત્રે 8:01 વાગ્યે ભારતીયની સીમમાં  ફરી આવ્યું હતું. આ મામલે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના અધિકારી સત્તાવાર રીતે કહ્યું હતું કે ખરાબ હવામાનની સ્થિતિને પગલે આવુ બને એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે. મહત્વનું છે કે પાકિસ્તાન સાથેના સબંધમાં ખટરાગ બાદ બંને દેશના વિમાનો એકબીજાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકતા નથી.

 

પાકિસ્તાનમાં શનિવારે ભયંકર તોફાન
મહત્વનું છે કે પાકિસ્તાનમાં શનિવારે ભયંકર તોફાન આવતા વિનાશ વેરાયો હતો. જેને લઈને 29 લોકોના મોત નિપજયા હતા. એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. શનિવારે અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી 5,000 મીટર હતી. પરિણામેં પાકિસ્તાનના અહેવાલો મુજબ લાહોર જતી ઘણી ફ્લાઈટ્સ નબળી વિઝિબિલિટીના કારણે ઈસ્લામાબાદ તરફ વાળવાની નોબત આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ