બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An attempt was made to burn two people alive while they were sleeping in Amreli

ચકચાર / અમરેલીમાં બની હૈયું હચમચાવી દે તેવી ઘટના: અડધી રાત્રે રૂમમાં પૂરી રૂમ સળગાવ્યો, માંડ માંડ બચ્યો બંનેનો જીવ, જાણો શું બન્યું

Kishor

Last Updated: 11:11 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના કુકાવાવ રોડ ચોકડી પાસે નિંદ્રાધીન બે લોકોને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કરવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

  • અમરેલીમાં બની હૈયું હચમચાવી દે તેવી ઘટના
  • દરવાજો તૂટી જતા બન્નેનો આબાદ બચાવ
  • હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ નોંધાયો ગુન્હો

અમરેલીના કુકાવાવ રોડ ચોકડી પાસે બે લોકોને જીવતા સળગાવી હત્યાનો પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.  અડધી રાત્રે રૂમમાં બન્ને વ્યક્તીને પૂરી રૂમમાં આગ ચાંપી દેવામાં આવી હતી. જોકે દરવાજો તૂટી જતા બન્નેનો આબાદ બચાવ થયો હતો. આ ચોકચારી ઘટનામાં સૂતેલા બંને લોકોની ગંભીર રીતે દાજી જતા તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવસ દરમિયાન થઈ હતી રકજક
હૈયું હચમચાવી દે તેવી આ ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર કુકાવાવ રોડ પાસે ઇટુંના ભઠ્ઠા પાસે આવેલા મારૂતી એન્ટર પ્રાઇઝમાં મજૂરી કામ કરતા હતા અને તેજ એજન્સીના ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા જયંતીભાઈ કોળીને સુલતાન મહમદ શેખ (ઉં.વ 18) અને નિલેશ ગોહિલ સાથે  દિવસ દરમિયાન કોઈ કારણસર રકજક થઈ હતી. બાદમાં બન્ને ઈંડાની રેકડી ઉપર જમવા જતા રહ્યા હતા. આ દરમિયાન જયંતી કોળી ત્યાં પહોંચી ગયો અને બેફામ ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં પિત્તો ગુમાવી સુલતાનને માથામાં ખુરશી મારી હતી.

ડીઝલ જેવો પ્રવાહી રૂમમાં છાંટી દીવાસળી ચાંપી દીધી

બાળમાં રાત્રે 2:30 કલાકે રૂમ ઉપર સુલતાન અને દિનેશ ભર નીંદરમાં સૂતા હતા ત્યારે જયંતી કોળી ત્યાં આવી બહારથી દરવાજો બંધ કરી દિધો અને ત્યાર બાદ ડીઝલ જેવો પ્રવાહી રૂમમાં છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. બાદમાં રબ્બરનું ટ્યુબ સળગાવી અંદર નાખી દેતા આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. જોકે અંદર સૂતેલા દિનેશ અને સુલતાન આગથી ઘેરાઈ ગયા હતા અને બચવા માટે દરવાજામાં પાટા મારવા લાગ્યા હતા અંતે દરવાજાની સ્ટોપર તોડવામાં સફળતા મળી હતી. 

307 સહિત અલગ અલગ ધારાઓ મુજબ ગુન્હો

બાદમાં બંને લોકો બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો બંને લોકો ભારે ઈજાગ્રસ્ત થતાં અમરેલીની શાંતબા જનરલ હોસ્પિટલ બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યા તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પોલીસ પહોંચી આરોપી જયંતી ઉપર 307 સહિત અલગ અલગ ધારાઓ મુજબ ગુન્હો નોંધી આરોપી શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ