An accident occurred between a car and a tanker near Palsana in Surat
SHORT & SIMPLE /
VIDEO: સુરતમાં હાઇવે પર કારને રમકડાંની જેમ ઢસડીને લઈ ગયું ટેન્કર, વીડિયો જોઈને તમારા પણ વધી જશે ધબકારા
Team VTV11:44 AM, 28 Mar 23
| Updated: 12:08 PM, 28 Mar 23
સુરતના પલસાણા નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરે કારને 500 મીટર સુધી ઢસેડી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે.
પલસાણા નજીક કાર અને ટેન્કરનો અકસ્માત
ટેન્કરે કારને 500 મીટર સુધી રોડ પર ઢસડી
અકસ્માતનો વીડિયો સો.મીડિયામાં વાયરલ
સુરત મુંબઈ નેશનલ હાઈવે પર પલસાણા નજીક ટેન્કરે કારને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ટેન્કરમાં બ્રેક ન લાગતા કાર 500 મીટર ઢસડાઈ હતી. આ દરમિયાન ટેન્કર ચાલકે બાઈકને પણ અડફેટે લીધી હતી. કાર અને ટેન્કરના સર્જાયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એક કારના ચાલકે ઉતાર્યો વીડિયો
વીડિયોમાં ટેન્કર ચાલક ટેન્કર સાથે સફેદ રંગની એક કારને ટેન્કર આગળના ભાગે ઘસડી જતો દેખાઈ રહ્યો છે અને ટેન્કરના પાછળ આવતી એક કારના ચાલકે ઘટનાનો લાઈવ વીડીયો ઉતાર્યો છે. 1 મિનિટના આ વીડિયોમાં ટેન્કર ચાલક જાણી જોઈને કારને ઢસડી જતો હોઈ એમ લાગી રહ્યું છે. તેમજ એક મોટરસાઇકલ ચાલકને પણ અડફટે લીધો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ મામલે પલસાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.