બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amul milk price hiked by Rs 2 per liter from tomorrow
Last Updated: 02:25 PM, 16 August 2022
ADVERTISEMENT
અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલના દૂધમાં લિટરે બે રુપિયાનો ભાવવધારો લાગુ કરાતા આવતીકાલથી અમૂલ ગોલ્ડના 500 MLનો ભાવ 31 રૂપિયા થઇ જશે. તો અમૂલ શક્તિના 500 MLનો ભાવ 28 રુપિયા થઇ જશે. જ્યારે અમૂલ તાજાના 500 MLનો ભાવ 25 રુપિયા થઇ જશે.
ક્રમ | દૂધનો પ્રકાર | પેકિંગની વિગત | નવો ભાવ |
1 | અમૂલ ગોલ્ડ | 500 ML | 31 રૂપિયા |
2 | અમૂલ શક્તિ | 500 ML | 28 રૂપિયા |
3 | અમૂલ તાજા | 500 ML | 25 રૂપિયા |
ADVERTISEMENT
આવતી કાલથી અમૂલનો નવો ભાવ વધારો લાગુ થશે
અમૂલના ભાવમાં ફરીવાર વધારો લાગુ કરાતા એકવાર ફરી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. તમને જણાવી દઇએ કે, એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી તો જનતા પરેશાન છે. એમાંય ઉપરથી હવે મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે.
મહત્વનું છે કે, ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે. તેમના દ્વારા સમગ્ર ગુજરાત, દિલ્હી NCR, મુંબઇ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં તારીખ 17 ઓગસ્ટ 2022થી દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Gujarat Cooperative Milk Marketing Federation, marketer of milk&milk products under the brand name Amul, increases milk prices by Rs 2/litre in Ahmedabad & Saurashtra of Gujarat, Delhi NCR, WB, Mumbai &all other markets where Amul is marketing its fresh milk effective from 17 Aug pic.twitter.com/8e0yEbc5xq
— ANI (@ANI) August 16, 2022
છેલ્લા એક વર્ષમાં લિટરે 6 રૂપિયાનો ભાવ વધારો કરાયો
અમૂલ ગોલ્ડ, શક્તિ અને તાજા સહિત તમામ દૂધમાં અમૂલે લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જે ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. એટલે કે તારીખ 17મી ઓગસ્ટથી આ નવો ભાવવધારો લાગુ પડશે. આમ, છેલ્લા એક વર્ષમાં લિટરે 6 રૂપિયાનો ભાવવધારો કરાતા આવતીકાલથી જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.