બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amul has given good news to the cattle rearers, they have once again taken a decision in the interest of the cattle rearers

Good News / ગુજરાતના 7 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર, અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો કેટલો

Dinesh

Last Updated: 06:21 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૂલ ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ આપી, પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ખરીદ ભાવમાં વઘારો કરાયો. જે નિર્ણયથી 7 લાખ પશુપાલકોને સીધો લાભ થશે

  • અમૂલની પશુપાલકોને દિવાળી ભેટ
  • કિલો ફેટે રૂપિયા 20નો કરાયો વધારો
  • ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂ. 5નો વધારો 


અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ડેરીએ ફરીએકવાર ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ડેરીએ પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ખરીદભાવમાં વધારો કર્યો છે. જૂનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા 760 હતો જે વધારી નવો ભાવ રૂપિયા 780 કરવામાં આવ્યો છે. જે નિર્ણયથી 7 લાખ પશુપાલકોને સીધો લાભ થશે.
 
અમૂલની જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશી
અમૂલ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેની જગ વિખ્યાત વિવિધ પ્રોડ્કટ ધૂમ મચાવી રહી છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 760 રૂપિયાને બદલે 20 રૂપિયાનો વધારો કરવામાં 780 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવશે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરીએ ગાયના દૂધમાં પણ પ્રતિકીલો ફેટે 5 રૂપિયાનો વધારો કરાયો છે.  અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.

દૂધ સાગર ડેરી પણ ભાવ વધારો કર્યો હતો
19 ઓક્ટોબરે દૂધ સાગર ડેરીમાં પણ પશુપાલકોને ભેટ આપી હતી. જે ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકો લાભનિવત થયો. ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેનો વિવિધ પ્રોડ્કટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધ સાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય કર્યો હતો. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 730 રૂપિયાને બદલે 21 ઓક્ટોબરથી 10 રૂપિયાનો વધારો કરીને 740 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવ્યો હતો.  જે જાહેરાત બાદ પશુપાલકો ખુશી અનુભવી હતી. દૂધ સાગર ડેરીના જે નિર્ણયથી 6 લાખ 50 હજાર પશુપાલકોને ફાયદો થયો છે.

સુર સાગર ડેરીએ કર્યો હતો ખરીદ ભાવમાં વધારો
મહત્વનું છે કે, આ પહેલા સુરેન્દ્રનગરની સુર સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. ચાલુ મહિને ડેરીના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટરોએ આ ભાવ વધારાનો નિર્ણય લીધો હતો. સાથે જ પશુઓના દાણના ભાવમાં રૂ. 25નો  ઘટાડો કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ