બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Amritpal Singh's wife Kirandeep Kaur detained at Amritsar airport

BIG NEWS / અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરની અટકાયત, અમૃતસર એરપોર્ટથી લંડન ભાગવાની ફિરાકમાં હતી

Priyakant

Last Updated: 01:15 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amritpal Singh Wife Detained: ભાગેડુ અમૃતપાલ સિંહની કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી ત્યારે જ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી, પોલીસ દ્વારા પૂછપરછ શરૂ

  • ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીની અટકાયત 
  • અમૃતપાલની પત્નીની અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત
  • કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી ત્યારે કરાઇ અટકાયત 
  • અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરી રહી છે પોલીસ 

ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીની ગુરુવારે અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. વિગતો મુજબ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી. પરંતુ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી. જોકે અત્યારે અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પંજાબ પોલીસે 18 માર્ચે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસે તેના સેંકડો સાથીદારો અને સમર્થકોની ધરપકડ કરી હતી. જોકે અમૃતપાલ તેના કેટલાક નજીકના લોકો સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી છે. એટલું જ નહીં પોલીસ તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે.

કોણ છે કિરણદીપ કૌર?
અમૃતપાલ સિંહે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકેની NRI કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરીમાં અમૃતપાલ સાથે લગ્ન કર્યા પછી કિરણદીપ કૌર પંજાબમાં શિફ્ટ થઈ ગઈ અને હાલમાં તે અમૃતપાલના મૂળ ગામ જલ્લુપુર ખેડામાં રહે છે. કિરણદીપના પરિવારના મૂળ જલંધરમાં હોવાનું કહેવાય છે. કિરણદીપ અને અમૃતપાલના લગ્ન  'વારિસ પંજાબ દે' સંસ્થાના વડા તરીકે જવાબદારી સંભાળ્યાના મહિનાઓ પછી થયા હતા.

કિરણદીપ કૌર સાથે પૂછપરછ
પંજાબ પોલીસે ગત દિવસોમાં તેની પત્ની કિરણદીપ કૌરની પૂછપરછ કરી હતી. આ તપાસ અમૃતપાલ સિંહની પ્રવૃત્તિઓ માટે કથિત વિદેશી ફંડિંગના સંદર્ભમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે, અમૃતપાલને 35 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, પંજાબ પોલીસ ફંડિંગ મિકેનિઝમની ખાતરી કરવા માટે અમૃતપાલ, તેની પત્ની, પિતા અને અન્ય સંબંધીઓના બેંક ખાતાઓની પણ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અમૃતપાલ સિંહે વિદેશી સ્ત્રોતોમાંથી મળેલા પૈસા ખર્ચીને પોતાના અને તેના માણસો માટે નવી એસયુવી ખરીદી હતી.

કોણ છે અમૃતપાલ સિંહ ? 
અમૃતપાલ 'વારિસ પંજાબ દે' સંસ્થાનો ચીફ છે. તે અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યો છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત આવ્યો છે. વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબજે કરી લીધો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલની આઈએસઆઈ લિંક જણાવવામાં આવી રહી છે.

અમૃતપાલ સામે કેમ થઈ રહી છે કાર્યવાહી?
અમૃતપાલ પહેલીવાર 23 ફેબ્રુઆરીના રોજ ચર્ચામાં આવ્યો હતો. તેણે પોતાના નજીકના મિત્રને છોડાવવા માટે હજારો સમર્થકો સાથે અજનલાના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પછી તેણે ઘણી ટીવી ચેનલોમાં આપેલા ઈન્ટરવ્યુમાં અલગ ખાલિસ્તાનની માંગ કરી હતી. એટલું જ નહીં અમૃતપાલે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. અમૃતપાલની તુલના ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાવાલે સાથે પણ કરવામાં આવી રહી છે. 

તપાસ દરમિયાન મળી આવ્યું ISI કનેક્શન
એજન્સીઓને અમૃતપાલ વિરુદ્ધ તપાસ દરમિયાન ISI કનેક્શન પણ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, અમૃતપાલ સિંહના આઈએસઆઈ સાથે નજીકના સંબંધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસ્થિર કરવા માટે તેને યુવા શીખોને તેની નીચે લાવવા માટે કહેવામાં આવ્યું હતું. ગેરકાયદેસર હથિયારો ઉપરાંત તેણે વિદેશી ખાલિસ્તાની સહાનુભૂતિ રાખનારાઓ પાસેથી મળેલા પૈસાથી 35 બુલેટપ્રૂફ જેકેટ પણ ખરીદ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ