બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Amritpal, in the process of entering the Golden Temple, intends to surrender in front of the media

BIG NEWS / ગોલ્ડન ટેમ્પલમાં એન્ટ્રીની ફિરાકમાં અમૃતપાલ સિંઘ: મીડિયા સામે સરેન્ડર કરવાનો છે ઈરાદો

Priyakant

Last Updated: 03:05 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ પોલીસને આશંકા છે કે, અમૃતપાલ દરબાર સાહિબમાં પ્રવેશવાનો અને શ્રી અકાલ તખ્ત સાહિબ જવાનો પ્રયાસ કરી શકે, જે બાદમાં મીડિયાની હાજરીમાં જાહેરમાં આત્મસમર્પણ કરવાનો ઇરાદો

  • પંજાબમાં ભાગેડુ જાહેર કરાયેલ અમૃતપાલને લઈ મોટા સમાચાર
  • અમૃતપાલ સુવર્ણ મંદિરમાં મીડિયા સમક્ષ આત્મસમર્પણ કરવાની પ્રક્રિયામાં
  • અમૃતપાલ દરબાર સાહિબમાં પ્રવેશી શ્રી અકાલ તખ્ત સાહિબ જવાનો પ્રયાસ કરી શકે
  • મીડિયાની હાજરીમાં જાહેરમાં આત્મસમર્પણ કરવાનો ઇરાદો: પંજાબ પોલીસ 

ખાલિસ્તાની સમર્થક અને પંજાબમાં ભાગેડુ જાહેર કરાયેલ અમૃતપાલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પંજાબ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સુવર્ણ મંદિરમાં મીડિયા સમક્ષ આત્મસમર્પણ કરવાની પ્રક્રિયામાં છે. પંજાબ પોલીસને આશંકા છે કે, અમૃતપાલ દરબાર સાહિબમાં પ્રવેશવાનો અને શ્રી અકાલ તખ્ત સાહિબ જવાનો પ્રયાસ કરી શકે છે, અને પછી મીડિયાની હાજરીમાં ત્યાં જાહેરમાં આત્મસમર્પણ કરવાનો ઇરાદો ધરાવે છે. 
 
પંજાબ પોલીસે આ ઇનપુટને ધ્યાનમાં રાખીને સુવર્ણ મંદિર સંકુલની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પંજાબ પોલીસ ઉપરાંત તપાસ એજન્સીઓ પણ હાઈ એલર્ટ પર છે. અમૃતપાલની શોધમાં ગત રાતથી પંજાબના ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા હતા કે, અમૃતપાલ તેના સાથીઓ સાથે હોશિયારપુરના એક ગામમાં છુપાયો છે. માહિતી મળતાં જ પોલીસે વિસ્તારમાં ડોર ટુ ડોર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 

મરનિયા ગામમાં અમૃતપાલની શોધ 
ઇનપુટના આધારે પોલીસે મંગળવારે મોડી રાત્રે મરનિયા ગામમાં અમૃતપાલની શોધ શરૂ કરી અને તેની કાઉન્ટર ઇન્ટેલિજન્સ શાખાએ ફગવાડા સુધી કારનો પીછો કર્યો પરંતુ બાદમાં તે કાર છોડીને ભાગી ગયો. પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો જ્યાંથી અમૃતપાલ કાર છોડીને ભાગી ગયો હતો અને આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સાથે સાથે નજીકના વિસ્તારોમાં તમામ એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી હતી.

પંજાબ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ 18 માર્ચથી ખાલિસ્તાન તરફી વારિસ પંજાબ દે સંગઠનના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી ત્યારથી અમૃતપાલ વોન્ટેડ છે . ત્યારથી અમૃતપાલ ફરાર છે. તે 18 માર્ચે જલંધરથી ભાગી ગયો હતો. અમૃતપાલ અને તેના સહયોગીઓ વિરુદ્ધ અસંતુલનને પ્રોત્સાહન આપવા, હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓ પર હુમલો અને જાહેર સેવકોને તેમની ફરજો નિભાવવામાં અવરોધ કરવા સંબંધિત અનેક ગુનાહિત આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, આ પહેલા 1984માં ભિંડરાવાલેએ પણ આવું જ કઈક કર્યું હતું. જેમાં ભિંડરાવાલે પોલીસથી બચવા માટે સુવર્ણ મંદિરમાં છુપાઈ ગયો હતો. આ તરફ ભારતીય સેનાએ 4 જૂનથી 6 જૂન, 1984 વચ્ચે ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું હતું. જેમાં ભારતીય સેનાના ઓપરેશનનું નેતૃત્વ કેએસ બ્રારે કર્યું હતું. મહત્વનું છે કે, ભિંડરાનવાલેએ સુવર્ણ મંદિરની જવાબદારી શબેગ સિંહને સોંપી હતી. જોકે ભારતીય સેના 5 જૂને રાત્રે 9.30 વાગ્યે સુવર્ણ મંદિરની અંદર પ્રવેશી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ