બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Amit Shah organizes marathon meeting in Delhi

મેરાથોન બેઠક / કાશ્મીર મુદ્દે અમિતશાહ આજે મોટો આદેશ આપે તેવી શક્યતા, દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ મેરાથોન બેઠક

Ronak

Last Updated: 02:51 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે મેરાથોન બેઠક યોજી છે જેમા NSA અજીત ડૌભાલ પણ હાજર રહેશે. આ બેઠકમાં કાશ્મીર મુદ્દે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

  • દિલ્હીમાં અમિતશાહે યોજી મેરાથોન બેઠક 
  • કાશ્મીર મુદ્દે લેવાઈ શકે છે મોટો નિર્ણય 
  • બેઠકમાં NSA અજીત ડૌભાલ પણ રહેશે હાજર 

ગૃહમંત્રી અમિતશાહ આજે કાશ્મીરની સ્થિતીને લઈને મેરાથન બેઠક કરવાના છે,. બપોરે 2 વાગ્યાથી આ બેઠકો શરૂ થશે જે રાતે 10 વાગ્યા સુધી ચાલવાની છે. આજે તેઓ નેશનલ સિક્યુંરીટી સ્ટ્રેટરજી કોન્ફરન્સને સંબોધીત કરશે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના ડીજીપી આઈજી સિવાય ખાનગી  સંસ્થાઓના પ્રમુખ પણ હાજર રહેવાના છે. 

13 દિવસમાં 11ની હત્યા 

બપોરે 2 વાગ્યે આજે જે બેઠક યોજાવાની છે તેમા રાષ્ટ્રીય સલાહકાર NSA અજીત ડોભાલ પણ હાજર રહેશે. આ સંમેલન આ વખતે એટલા માટે ખાસ છે કારણકે આ છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં આતંકીઓએ સામાન્ય નાગરીક અને પ્રવાસીઓની હત્યા કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 13 દિવસમાં આતંકીઓ 11 લોકોની હત્યા કરી ચુક્યા છે. 

ચીન બાંગ્લાદેશ મુદ્દે પણ થશે ચર્ચા 

આ બેઠકમાં ચીન અને બાંગ્લાદેશની સીમા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.કાશ્મીરમાં પરિસ્થિતીને પહોચી વળવા માટે હવે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમા દિલ્હીથી એક ટીમને કાશ્મીરમાં મોકલવામાં આવી છે. 

10થી વધું આતંકીઓ પણ ઠાર 

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આતંકીઓ હવે સેના અને પોલીસના જવાનોને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. તે સિવાય પણ કાશ્મીરમાં આતંકીઓ હવે સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરી રહ્યા છે. પરંતુ વધતા જતા આતંકીઓને ત્રાસને લઈને સેના પણ હવે તો કાશ્મીરમાં એકશન મોડમાં આવી ગઈ છે. જેમાન છેલ્લા 15 દિવસમાં સેનાએ 10 કરતા પણ વધુ આતંકીઓને ઠાર કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ