બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / amit shah article 370 on rjd mp-manoj jha kashmir of indians india of kashmiris remark in parliament

રાજ્યસભા / 'PoK ભારતનું, કોઈ એક ઈંચ જમીન પણ નહીં છીનવી શકે', સંસદમાં કલમ 370 પર અમિત શાહ

Hiralal

Last Updated: 08:42 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાં કલમ 370 પર બોલતાં અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

  • રાજ્યસભામાં કલમ 370 પર બોલ્યાં અમિત શાહ
  • પીઓકે ભારતનું, કોઈ નહીં છીનવી શકે
  • જમ્મુ કાશ્મીરને યોગ્ય સમયે દરજ્જો આપીશું 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આર્ટિકલ 370 પર બોલતા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ હજી પણ કલમ 370 હટાવવાની વાતને ખોટી ગણાવી રહી છે. કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય નથી માની રહી. અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારોને 3 પરિવારોએ રોક્યા હતા. તેમણે કહ્યું કે પીઓકે ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે. ભારતની એક ઈંચ જમીન પણ નહીં જવા દેવાય. તેમણે આર્ટિકલ 370 વિશે કહ્યું કે તેને અલગાવવાદથી મજબૂત કરવામાં આવી છે. તેમણે ફરી એકવાર નહેરુનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે નેહરુએ અડધું કાશ્મીર છોડી દીધું. નહેરુના નિર્ણયને કારણે જમ્મુ-કાશ્મીરના જોડાણમાં વિલંબ થયો હતો.

ઈતિહાસ 370ના નિર્ણયને યાદ રાખશે
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ કોઇ પણ સારા કામનું સમર્થન કરતી નથી. જમ્મુ-કાશ્મીરમાં જે યુવાનો પથ્થર લઈને ફરતા હતા તેમને હવે હાથમાં લેપટોપ આપવામાં આવ્યા છે. આપણે નક્કી કરી શકીએ, આપણે દોડી ન શકીએ. ઈતિહાસ 370નો નિર્ણય યાદ રાખશે.

આર્ટિકલ 370એ અલગાવવાદને તાકાત આપી
અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે. બિલ લાવવાનો ઈરાદો, આ સમગ્ર પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટે બંધારણીય પણ જાહેર કરી દીધી છે. મેં પોતે ગૃહમાં કહ્યું હતું કે અમે ચૂંટણી યોજીશું, યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપીશું. કલમ 370થી અલગતાવાદને વેગ મળ્યો છે અને તેના કારણે આતંકવાદ ઊભો થયો છે. અમિત શાહે કહ્યું કે અમારા દિલમાં આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ નથી. કલમ 370 હટવાથી 70 ટકા આતંકી ઘટનાઓ ઘટી છે. 

ધીરજ સાહુ પાસે એટલા પૈસા કે કેશિયરે પણ નહીં જોયા હોય-શાહ 
ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘેરથી મળી આવેલા કરોડોની રોકડ પર કટાક્ષ કરતાં શાહે કહ્યું કે લોકોને આશ્ચર્ય છે કે સાંસદ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. ધીરજ સાહુ પાસે એટલા પૈસા છે કે કેશિયરે પણ એટલા નહીં જોયા હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ