બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / amit shah addressed first cooperative conference held at delhi

BIG NEWS / અમારા સ્વભાવમાં જ સહકાર છે અને સહકારથી સમૃદ્ધિ અમારો નવો મંત્ર: પ્રથમ સહકારિતા સંમેલન ખાતે ગૃહમંત્રી અમિત શાહ

Mayur

Last Updated: 01:07 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે પ્રથમ સહકારિતા સંમેલન યોજાયું હતું.

આજે પંડિત દીનદયાલજીનો જન્મ દિવસ છે અને આજે  દિલ્હીમા આજે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે પ્રથમ સહકારિતા સંમેલન યોજાયું હતું. પ્રથમ સહકારિતા સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. 

પ્રધાન મંત્રી મોદીનો આભાર

સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેમણે માનતા કહ્યું હતું કે સહકારિતા મંત્રાલય બનાવવા બદલ PM મોદીનો આભાર માનીએ છીએ. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહમંત્રી સાથે સાથે સહકારિતા મંત્રી પણ છે. તેમણે કહ્યું હતું કે મારા માટે સહકારિતા મંત્રી બનવું એ ગર્વની વાત છે. 

 

8 કરોડ લોકો જોડાયા 

પ્રથમ સહકારિતા સંમેલનમાં ડીજીટલી આઠ કરોડ થી વધારે લોકો જોડાયા હતા. આ ઉપરાંત હકારિતા સંમેલનમાં 30 લાખથી વધુ સહકારી સંગઠનોએ ભાગ લીધો હતો. 

ભારતના સંસ્કારોમાં જ સહકારિતા

ગુહ મંત્રી અમિત શાહ પોતાના વક્તવ્યમાં બોલ્યા હતા કે ભારતના સંસ્કારોમાં જ સહકારિતા છે, સહકારિતાથી ગરીબો અને પછાતોનો વિકાસ થશે. તેમણે કહ્યું હતું કે સહકારથી જ જનકલ્યાણ શક્ય છે, હવે સહકાર ક્ષેત્રે નવું બળ મળશે. 

અમૂલ અને લિજ્જત સહકારિતાના મોટા આયામ

તેમણે કહ્યું હતું કે અમૂલ અને લિજ્જત સહકારિતાના મોટા આયામ છે. અમારા સ્વભાવમાં સહકાર છે અને સહકારથી સમૃદ્ધિ અમારો નવો મંત્ર છે સાથે તેમણે કહ્યું હતું કે ભારતીયોના સંસ્કારમાં જ સહકારની વૃત્તિ છે. અમૂલ સ્વસહાયતા  જૂથનું મોટું ઉદાહરણ છે. લિજ્જતનો કારોબાર 1600 કરોડ જેટલો હોવાનો અંદાજ છે. અને અમૂલ સાથે લગભગ 36 લાખ લોકો સંકળાયેલા હોવાનો અંદાજ છે. 

પારદર્શિતા લાવવી પડશે 

મોદીજીના સહકારીતાના સ્વપ્નને સાકર કરવા માટે પારદર્શિતા લાવવી પડશે એવું ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારનો પક્ષપાત અને સરકારી કર્મચારીઓને આવતી તકલીફોથી હું વાકેફ છું અને તમારા માંથી જ એક છું માટે તમે ચિંતા ન કરો. પ્રધાન મંત્રી મોદીએ એટલા માટે જ આ મંત્રાલયની સ્થાપન કરી છે કારણ કે બધા નો સર્વસમાવેશક થાય તે ખૂબ જરૂરી છે. તમારી સમસ્યાઓ લખીને આપો અને હું નાનામાં નાની ચિઠ્ઠી પણ વાંચીને તેનું નિવારણ લાવવા પ્રયાસ કરીશ. પ્રધાન મંત્રી મોદીનું સ્વપ્ન છે કે દરેક પરિવારને સમૃદ્ધ બનાવવામાં આવે. ભારતનું સહકારીતા આંદોલન ભારતના આત્મ નિર્ભર ભારતનો નવો અધ્યાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ