બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Amid fertilizer shortage, Gujarat government claims, see how many lakh tonnes of urea sanctioned by central government for Rabi season

મોટું નિવેદન / ખાતરની અછત વચ્ચે ગુજરાત સરકારનો દાવો, રવી સીઝન માટે કેન્દ્ર સરકારે જુઓ કેટલાં લાખ ટન યુરિયા મંજૂર કર્યું

Vishal Khamar

Last Updated: 03:15 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ખેડૂતો શિયાળું પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના અમુક જગ્યાએ ખાતરની અછતને કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે તો ક્યાંક દુકાનો સામે ખાતર ન હોવાના બોર્ડ લાગ્યા છે.

  • ખાતરની અછત વચ્ચે રાજ્ય સરકારનો દાવો
  • ગુજરાતમાં યોગ્ય માત્રામાં યુરિયા હોવાનો દાવો
  • કેન્દ્રએ 12.50 લાખ ટન યુરિયા મંજૂર કર્યુ

હાલ ખેડૂતો શિયાળું પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના અમુક જગ્યાએ ખાતરની અછતને કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે તો ક્યાંક દુકાનો સામે ખાતર ન હોવાના બોર્ડ લાગ્યા છે. ત્યારે સરકારે ફરિવાર ખાતરને લઈને મોટો દાવો કર્યો અને કહ્યું છે કે ગુજરાતમાં યોગ્ય માત્રામાં જથ્થો ઉબલબ્ધ છે. ગુજરાતને છેલ્લા 15 દિવસમાં 1.45 લાખ ટુન યુરિયા ખાતર આપવામાં આવ્યું છે. તેમજ તે સિવાય કેન્દ્ર સરકાર ડિસેમ્બર મહિનામાં કુલ 2.71 લાખ ટન યુરિયા ખાતર મળવાનું છે અને કેન્દ્રએ રવિ સીઝન માટે ગુજરાત માટે કુલ 12.50 લાખ ટન યુરિયા મંજૂર કર્યું છે. આ સિવાય સરકારે જણાવ્યું કે, કંપનીઓ દરરોજ 5 થી 10 હજાર મેટ્રિક ટન જથ્થો સપ્લાય કરી રહી છે.

યુરિયા ખાતરને લઈને ખેડૂતોને મુશ્કેલી
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની ખાતર લેવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે અમીરગઢ તાલુકો ખેતી અને પશુપાલન પર આધારીત છે. ત્યારે હાલમાં યુરિયા ખાતરની તંગીને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

હાલમાં રવિ પાકની સીઝનની વાવણી ચાલુ
બનાસકાંઠામાં ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે હાલમાં ઘઉ, રાયડો અને એરંડાની સીઝન હાલમાં ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને યુરિયા ખાતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ