બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / amid defection fears goa congress moves candidates to resort sources

પાણી પહેલા પાળ / પક્ષપલ્ટાના ડર વચ્ચે કોંગ્રેસે પોતાના નેતાઓને રિસોર્ટમાં મોકલ્યા, ગોવામાં થશે જોડતોડની રાજનીતિ

Pravin

Last Updated: 04:11 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા કોંગ્રેસમાં મોટો ફફડાટ બેસી ગયો છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટીએ પોતાની અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • એક્ઝિટ પોલના તારણોએ ઊંઘ હરામ કરી
  • પાર્ટીઓ પોતાના નેતાઓને સાચવવા લાગી
  • કોંગ્રેસે પોતાના નેતાઓને રિસોર્ટમાં મોકલ્યા

ગોવામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા કોંગ્રેસમાં મોટો ફફડાટ બેસી ગયો છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટીએ પોતાની અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જોઈએ તો, ગોવા કોંગ્રેસમાં વંડીયુ ઠેકવાની તૈયારી કરતા નેતાઓને રોકવા માટે કોંગ્રેસ પાર્ટીએ રિસોર્ટમાં મોકલી દીધા છે. અહીં ઉલ્લેખનીય છે કે, યુપીમાં સાતમા રાઉન્ડના વોટિંગની સાથે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ સોમવારે ખતમ થઈ ગયું છે. 10 માર્ચના રોજ આવનારા ચૂંટણી પરિણામ પહેલા, કોંગ્રેસ પક્ષપલ્ટાને રોકવા માટે આ પગલું ભર્યુ છે. જેને લઈને પાર્ટીને ભૂતકાળમાં ઘણુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હકીકતમાં પાર્ટી, ગોવાની વર્ષ 2017ની વિધાનસભઆ ચૂંટણીની ચૂકને ફરી વાર પુનરાવર્તિત કરવા નથી માગતી, કેમ કે, સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ કોંગ્રેસ સરકાર બનાવી શકી નહોતી.

ગત ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં સત્તાથી દૂર રહી કોંગ્રેસ

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગોવાની 40માંથી 17 સીટો જીતી હતી, પણ 13 સીટો જીતવા છતાં પણ અપક્ષની મદદથી સરકાર બનાવવામાં સફળતા મળી હતી. બે વર્ષ બાદ નેતા પ્રતિપક્ષ બાબૂ કેવલેકરની આગેવાનીમાં કોંગ્રેસના 15 ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા હતા, જેમણે ભાજપ તરફથી નાયબ મુખ્યમંત્રત્રી બનાવામાં આવ્યા હતા.

ભાજપમાં તૈયારીઓમાં લાગી ગયું

આ તમામની વચ્ચે ગોવાના સીએમ અને ભાજપ નેતા પ્રમોદ સાવંતે પીએમ મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. તેમને ગોવામાં સત્તા બનાવી રાખવા માટે પાર્ટી સંભાવનાઓ પર વિચાર કરી રહી છે. આ મીટિંગ બાદ સાંવતે ભાજપના ગોવા પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરવા માટે મુંબઈ પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, ફડણવીસ ગઠબંધન માટે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી સાથે વાતચીત કરી રહી છે. એટલુ જ નહીં ભાજપ અપક્ષ ઉમેદવાર સુધી પણ પોતાનો સંપર્ક બનાવી રાખવા માટેનો પ્લાન બનાવી રાખ્યો છે. એક્ઝિટ પોલનું માનીએ તો, ગોવામાં કઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો દેખાતો નથી, જેને લઈને તમામ પાર્ટીઓ પાણી પહેલા પાળ બાંધી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Election Exit poll congress goa કોંગ્રેસ ગોવા પીએમ મોદી પ્રમોદ સાવંત ભાજપ 2022 Election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ