ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Amid controversy at the Taj Mahal, Alan Musk twitted and get trolled

પોસ્ટનું પોસ્ટમોર્ટમ / Elon Musk એ તાજમહલના કર્યા વખાણ તો લોકોએ બતાવી અક્ષરધામની તસવીરો, સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા

Published By: Khyati

Last Updated: 06:08 PM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજમહેલના વિવાદ વચ્ચે એલન મસ્કે કર્યુ ટ્વિટ, યુઝર્સ કમેન્ટ કરીને મંદિરોની ખૂબસુરતીનું કરવા લાગ્યા વર્ણન

ADVERTISEMENT

  • તાજમહેલના વિવાદ વચ્ચે એલન મસ્કનું ટ્વિટ 
  • 9મેના રોજ તાજમહેલને લઇને કર્યુ હતુ ટ્વિટ
  • યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ 

દુનિયાની 7 અજાયબીઓમાંનો એક તાજમહેલ હાલમાં અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતા તાજમહેલના ઈતિહાસને લઈને કોર્ટમાં પહોંચ્યા છે. દાવો છે કે તાજમહેલનું સત્ય 22 રૂમની અંદર બંધ છે, જો આ રૂમ ખોલવામાં આવે તો અલગ જ સત્ય બહાર આવશે. આ વચ્ચે તાજમહેલ વિશે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જે તેણે સોમવારે, 9 મેના રોજ કર્યું હતું.

9મેના રોજ એલન મસ્કે કર્યુ ટ્વિટ 

તાજેતરમાં માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર ખરીદનાર ટેસ્લાના માલિકે 9 મેના રોજ તાજમહેલ વિશે ટ્વિટ કરીને કહ્યું, 'આ અદ્ભુત છે, મેં 2007માં મુલાકાત લીધી હતી અને તાજમહેલ પણ જોયો હતો, જે ખરેખર વિશ્વની અજાયબી છે. .' ઈલોન મસ્કે આ ટ્વીટ એક ફોટોના જવાબમાં કરી હતી, જે આગ્રાના લાલ કિલ્લાની હોવાનું જણાવવામાં આવ્યું હતું. એલોન મસ્કના આ ટ્વીટ પર યૂઝર્સ ધડાધડ કમેન્ટ્સ કરવા લાગ્યા. લોકો તેમના  દેશના મંદિરોની સુંદરતા વિશે કહેવા લાગ્યા.

તાજમહેલમાં શિવ મંદિરનો વિવાદ

મહત્વનું છે કે  વિશ્વની સૌથી સુંદર ધરોહરોમાંથી એક એવા તાજમહેલના ઈતિહાસને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તાજમહેલમાં શિવ મંદિરનો મુદ્દો ફરી ગરમાયો છે. તે મુજબ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં તાજમહેલના 22 બંધ ઓરડાઓ સાથે જોડાયેલા રહસ્યો ખોલવાની માંગ કરવામાં આવી છે. મોટી વાત એ છે કે તાજમહેલમાં મંદિર હોવાના દાવાને ભાજપના નેતાએ હવા આપી દીધી છે.

શું છે અરજીમાં ?

ભાજપના નેતાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "આદરપૂર્વક રજૂ કરવામાં આવે છે કે ઘણા વર્ષોથી એક વિવાદ ચરમસીમા પર છે જે તાજમહેલ અથવા તાજ મહલ અથવા તેજો મહાલય સાથે સંબંધિત છે." કેટલાક હિંદુ જૂથો અને જાણીતા સંતો આ સ્મારકને જૂના શિવ મંદિર તરીકે દાવો કરી રહ્યા છે જેને ઘણા ઇતિહાસકારો અને તથ્યો દ્વારા સમર્થન મળે છે, જોકે ઘણા ઇતિહાસકારો તેને મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલ તાજમહેલ માને છે. કેટલાક લોકો એવું પણ માને છે કે તેજો મહાલય અથવા તાજમહેલ એક જ્યોતિર્લિંગ એટલે કે ઉત્કૃષ્ટ શિવ મંદિરોમાંથી એક હોવાનું જણાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Tajmahal એલન મસ્ક ટ્વિટ તાજમહેલ INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ