બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / america coronavirus omicron variant 11500 flights cancelled worldwide since friday

નિર્ણય / વિશ્વભરમાં ઓમિક્રોનનો ફૂંફાડો વધ્યો.., 4 દિવસમાં ટપોટપ 11500 ફ્લાઈટો થઈ કેન્સલ

ParthB

Last Updated: 10:23 AM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે ક્રિસમસની રજાઓ દરમિયાન વિશ્વભરમાં હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર,અત્યાર સુધી 11,500ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે

  • ઓમિક્રોનની અસર સમગ્ર વિશ્વભરની એરલાઈન્સ પર જોવા મળી રહી છે. 
  • વર્ષના સૌથી વ્યસ્ત પ્રવાસના સમયગાળા દરમિયાન હજારો ફ્લાઇટ્સ મોડી પડી છે.
  • સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી 11500 ફ્લાઈટ્સ રદ્દ થઈ

ઓમિક્રોનની અસર સમગ્ર વિશ્વભરની એરલાઈન્સ પર જોવા મળી રહી છે. 

કોરોના વાયરસનું એક નવો વેરિયન્ટ ઓમિક્રોન ભારત સહિત વિશ્વભરના દેશોમાં ફેલાવાનું શરૂ થયું છે. જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પડી છે. શુક્રવારથી વિશ્વભરમાં લગભગ 11,500 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. વર્ષના સૌથી વ્યસ્ત પ્રવાસના સમયગાળા દરમિયાન હજારો ફ્લાઇટ્સ મોડી પડી છે. ઘણી એરલાઈન્સે કહ્યું છે કે ક્રૂ મેમ્બર્સને ચેપ લાગ્યા બાદ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં USAમાં કેસ વધશે

અમેરિકાના ન્યૂયોર્કમાં ઓમિક્રોનના કેસમાં વધારો થતાં હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ન્યૂયોર્ક હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દાખલ 18 વર્ષથી વધુ ઉંમરના કોરોના દર્દીઓમાં ચાર ગણો વધારો થયો છે. સંક્રમિત લોકોમાંથી અડધા તો લગભગ 5 વર્ષથી ઓછી ઉંમરના છે. જાન્યુઆરીમાં વધુ કેસ વધવાની ધારણા છે. એટલા માટે પરીક્ષણ અને રસીકરણ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ જો બિડેનના મુખ્ય તબીબી સલાહકાર ડૉ. એન્થોની ફૌસીએ અપીલ કરી છે કે લોકો બંધ સ્થળોએ પાર્ટીઓ કે ઉજવણીઓમાં ન જાય, જ્યાં તમને ખબર ન હોય કે કોને રસી આપવામાં આવી છે અને કોને નથી. ઓછા લોકો સાથે ઘરે ઉજવણી કરો, જ્યાં દરેક વ્યક્તિ એકબીજાની રસીકરણની સ્થિતિ જાણે છે. તેમણે અજાણ્યા લોકોથી દૂર રહેવાની પણ અપીલ કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં ઓમિક્રોનથી મૃત્યુનો અત્યાર સુધીનો પ્રથમ કેસ

ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર ન્યુ સાઉથ વેલ્સમાં ઓમિક્રોન દ્વારા ફટકો પડવાથી પ્રથમ 80 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું છે. દર્દીઓ વૃદ્ધાશ્રમમાં રહેતા હતાં. અને ત્યાં તેઓ સંક્રમણની ઝપેટમાં આવી ગયા હતા. મૃતકને રસીના બંને ડોઝ મળ્યા હતા. ન્યુ સાઉથ વેલ્સમાં રસીકરણનો દર ઘણો ઊંચો છે. આમ છતાં સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે.

શિઆનમાં શહેરમાં સંક્રમણના 150 કેસો મળતાં પ્રતિબંધો વધ્યા 

ચીનના શિયાનમાં કોરોનાના 150 કેસ સામે આવ્યા બાદ વહીવટીતંત્રે સોમવારથી લોકોને શહેરમાં ફરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. લોકડાઉનના પાંચમા દિવસે 1 કરોડ લોકોની કોરોનાના ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે. ઝિઆનમાં અત્યાર સુધીમાં 635 કેસ નોંધાયા છે અને હજુ સુધી એક પણ ઓમિક્રોન દર્દી મળ્યો નથી. રવિવારે સમગ્ર ચીનમાં સંક્રમણના 162 કેસ નોંધાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cancelled Flights omicron variant worldwide ઓમિક્રોન કોવિડ વેરિયન્ટ ગુજરાતી ન્યૂઝ રદ્દ વિમાન મુસાફરી વિશ્વ corona Omicron variant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ