વિવાદ / ...અને અચાનક AMCએ આ માહિતી આપવાની બંધ કરી દીધી, CM-અહેમદ પટેલનો વિવાદ છે કારણ?

AMC stops sharing data of covid 19 related numbers and testing data

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજયમાં સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં હવે કૉર્પોરેશન દ્વારા દરરોજ આપવામાં આવતી કોરોના દર્દીઓની યાદી અચાનક જ બંધ કરી દેવામાં આવી છે, આટલું જ નહીં સવાર-સાંજ આપવામાં આવતી પ્રેસ રિલીઝમાં પણ ચેડા કર્યા હોવાનો આરોપ છે જેમાં કૉર્પોરેશન દ્વારા ટેસ્ટિંગના આંકડાંઓ આપવામાં આવતા તે હવે બંધ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ દ્વારા રાજયમાં ટેસ્ટિંગમાં ઉત્તરોતર ઘટાડા મુદ્દે સવાલ ઉભા કર્યા તે દિવસથી જ યાદી બંધ થઇ જતા સરકાર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ