બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patels prediction for winter in Gujarat

ઠંડીને લઈ આગાહી / ગુજરાતમાં શિયાળાને લઈને અંબાલાલ પટેલની આગાહી: હાલ બેવડી ઋતુ, પણ આ તારીખ પછી શરૂ થશે કડકડતી ઠંડી

Priyakant

Last Updated: 03:41 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast For Winter News: રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓએ ઠંડીનો અહેસાસ કર્યા બાદ હવે હાલમાં ગુજરાતમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે

  • શિયાળાને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી 
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું શિયાળો મોડો શરૂ થશે 
  • જાણો હવામાન વિભાગે શિયાળાના આગમનને લઈ શું કહ્યું ? 

Ambalal Patel Forecast For Winter : ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે. 

File Photo

અંબાલાલ પટેલની આગાહી 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઠંડી પડશે. આ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે.

File Photo

રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નહિ: હવામાન વિભાગ
હવામાન વિભાગના નિયામક ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ડબલ સિઝન ચાલી રહી છે. હાલમાં પરિવહનનો સમયગાળો ચાલી રહ્યો છે. પરંતુ થોડા જ દિવસોમાં તમને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થવા લાગશે. રાજ્યમાં આગામી 15 દિવસ મિશ્ર વાતાવરણ રહેશે. તેથી શિયાળો થોડો મોડો આવશે. ઠંડી માટે 15 દિવસ રાહ જોવી પડશે. રાજ્યમાં હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ