બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel's forecast: Heavy rains again everywhere in Gujarat

ફરી મેઘો મંડાશે / અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ઠેર ઠેર ફરી અતિભારે વરસાદ, અમદાવાદથી લઈને સુરત સુધી આ જિલ્લાના લોકો સાચવજો, જુઓ આખું લિસ્ટ

Malay

Last Updated: 12:13 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, છોટાઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

  • ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • નર્મદા સહિત આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

Meteorologist Ambalal Patel's forecast: ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા હોય તેમ બિલકુલ વરસાદ ન પડતા ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે. ગુજરાત પર લો પ્રેશની સિસ્ટમ બની હોવાથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મહત્વની આગાહી સામે આવી છે. 

નર્મદા, તાપી, દમણમાં આજે અતિભારે વરસાદ વરસી શકે છેઃ અંબાલાલ 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને દમણમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આજે પંચમહાલ, વડોદરા, સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ, વલસાડ, દાહોદમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્ય વરસાદની આગાહી છે. 

અંબાલાલની મોટી આગાહી : આગામી આટલા કલાક ગુજરાત માટે ભારે, જુઓ ક્યાં પડશે  વરસાદ| Meteorologist Ambalal Patel has forecast heavy rains in Gujarat

આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ 
વરસાદ અંગે સ્કાયમેટના અનુમાન મુજબ, આગામી ત્રણ દિવસ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની શક્યતા છે. 

રાજ્યમાં 3 દિવસ મેઘમહેરની આગાહી 
હવામાન અંગે સેટેલાઇટ ડેટા દર્શાવતી વેબસાઇટ વિન્ડીમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ જોઇ શકાય છે. જે મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આજે ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચમાં, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે. 

17, 18 અને 19 સપ્ટેમ્બરે વરસાદની આગાહી
17 સપ્ટેમ્બર છોટાઉદેપુર, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી છે. 19 સપ્ટેમ્બરે કચ્છ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ