બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel gives the biggest update on weather in Gujarat to rain again with thunder

આવ રે વરસાદ / ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદ વરસશે, હવામાનને લઇ અંબાલાલ પટેલે આપી સૌથી મોટી અપડેટ

Priyakant

Last Updated: 01:07 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast In Gujarat News: અંબાલાલ પટેલે કહ્યું, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે, જોકે આ ભેજવાળા પવન બંગાળના ઉપસાગર અને અરબસાગરમાંથી નથી આવી રહ્યા

  • અંબાલાલ પટેલની આગાહી, વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાશે
  • આજથી 21 ઓગસ્ટ દરમિયાન થશે વરસાદ
  • મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે

અંબાલાલ પટેલની આગાહી: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ મુદ્દે વધુ એક આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોએ વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે, જોકે આ ભેજવાળા પવન બંગાળના ઉપસાગર અને અરબસાગરમાંથી નથી આવી રહ્યા. તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં  વરસાદ થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

\

રાજ્યમાં વરસાદની સંભાવના 
અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના તો 30 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ થશે. 

હવામાન વિભાગે શું કરી છે આગાહી ? 
ગુજરાતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો હવે મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કારણ કે મગફળી, કપાસ, સહિતના પાકમાં હાલ પાણીની જરૂરિયા ઉભી થઇ છે. આવી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરવામાં આવી છે. હવે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હાલ વરસાદી અંગે કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદનો વાર્તારો દેખાઈ રહ્યો છે.

અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગરમાં વરસાદ રહેશે
રાજ્યમાં છૂટાછવાયા વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયો વરસાદ પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. આજથી સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ તાપી, ભરૂચ, દમણમાં પણ  વરસાદ માહોલ જોવા મળશે અને રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગરના ખેડૂતોની પણ આતુરતાનો અંત આવી શકે છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા,અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદ પડી શકે છે. જણાવાયુ છે. એક બાજુ આગાહી અને બીજી બાજુ રાજ્યના અમુક શહેરોના વાતાવરણમાં પણ પલટો આવતા વરસાદ અંગે ખેડૂતોની આશા ફરી જીવંત થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ