બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ambalal Alert Forecast: Swati Nakshatra to receive 16 inches of rain

નિવેદન / અંબાલાલની એલર્ટવાળી આગાહી: સ્વાતિ નક્ષત્રમાં વરસાદ ધબધબાટી બોલાવશે, અહીં 16 ઈંચ પડશે

Vishal Khamar

Last Updated: 08:41 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે, ઉત્તર હિંદ મહાસાગરમાં વરસાદનો જમાવડો છે. ત્યારે 26,27,28 પશ્ચિમ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાં છે.

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન
  • ઉતર હિંદ મહાસાગરમાં વરસાદનો જમાવડો
  • 27 જુલાઈથી 5 ઓગસ્ટ છવાશે વરસાદી માહોલ

રાજ્યમાં મેઘરાજાએ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં ભારે કહેર વર્તાવ્યો છે. પાંચ દિવસનાં વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વરસાદનાં ચોથા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. તેમજ આગામી તા. 26,27 અને 28 નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગોઃ અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં વરસાદની આગાહી કરી હતી કે, સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થશે. તેમજ હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગો બને છે. ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ 400 મીમી વરસાદ થશે. તેમજ આહવા ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ એટલે કે આજે ઓરિસ્સાનાં દરિયામાં ડીપ ડિપ્રેશન મજબૂત બનશે. જેનાથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે. 

અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી
રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  તો ભારે વરસાદનાં કારણે નર્મદા અને તાપીનાં જળસ્તરમાં વધારો થશે.  બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરમાં પ્રતિકિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. તેમજ અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે. 

સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં વરસાદ
આજે રાજ્યનાં 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. સોનગઢમાં સવા ઈંચ, વાપીમાં સવા ઈંચ, પલસાણામાં પોણો ઈંચ, બગસરામાં પોણો ઈંચ, નવસારીમાં અડધો ઈંચ, લાલપુરમાં અડધો ઈંચ, પારડીમાં અડધો ઈંચ, મહુવામાં અડધો ઈંચ, ખેરગામ, લખપત, કપરાડા તેમજ ખાંભા, ખંભાળીયા કેશોદમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ