અમરેલી / કોરોના મુદ્દે કામગીરીને લઇ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની કથિત ઓડિયો ક્લીપ થઇ વાયરલ

રાજ્યમાં કોરોના વાયરસે ભરડો લીધો છે તો અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં જોવા મળ્યા છે. આ તમામ વચ્ચે આજરોજ ભાજપના પીઢ નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલી આ ઓડિયો ક્લીપમાં અમરેલીમાં કોરોના મુદ્દે કામગીરીને લઇ અધિકારી સાથે વાત કરતા સાંભળવા મળે છે. જેમાં તેઓ કામગીરી મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે, એક તરફ રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે બીજી તરફ આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થતાં જિલ્લમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, ઓડિયો ક્લીપને VTV ન્યૂઝ સત્તાવાર રીતે નથી કરતું સમર્થન કરતું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ