બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Alisbridge Police in Ahmedabad arrested more than 89 gamblers for gambling during a wedding.

BIG NEWS / અમદાવાદમાં લગ્ન પ્રસંગ બન્યો જુગારનો અડ્ડો: 150થી વધુ મોબાઇલ, 35થી વધુ વ્હીકલ્સ સાથે 89 શખ્સોની અટકાયત

Malay

Last Updated: 11:27 AM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એલિસબ્રિજ પોલીસે લગ્નપ્રસંગ દરમિયાન જુગાર રમતા 89થી વધુ જુગારીઓની અટકાયત કરીને 35થી વધુ વાહનો અને 150થી વધુ મોબાઈલ કબજે લીધા છે.

  • અમદાવાદ જુગારધામ પર પોલીસ ત્રાટકી
  • મિત્રના લગ્નમાં જુગાર રમતા શખ્સો ઝડપ્યા
  • 150થી વધુ મોબાઈલ પણ કબ્જે લીધા

અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસે જુગાર રમતા 89થી વધુ જુગારીઓની અટકાયત કરી હતી. સાથે જ પોલીસે પોલીસે જુગારીઓ પાસેથી 150થી વધુ મોબાઈલ પણ કબ્જે લીધા હતા. 

બાતમીના આધારે પોલીસે પાડ્યા દરોડા
એલિસબ્રિજ પોલીસને યોગ્ય બાતમી મળતા પોલીસની ટીમ લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગારધામ પર ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી હતી. પોલીસે સ્થળ પરથી 89થી કરતા વધારે જુગારીઓને જુગાર રમતા રંગેહાથ પકડ્યા હતા. પોલીસે આ જુગારીઓની અટકાયત કરીને તેમની પાસેથી 150થી વધુ મોબાઈલ ફોન કબજે લીધા હતા અને તમામને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. 

 

ટોકન સિસ્ટમ દ્વારા ધમધમી રહ્યો હતો જુગારધામ 
આ અંગે માહિતી આપતા પોલીસકર્મી અશ્વિન બારોટે જણાવ્યું કે, હું કાલે રાત્રી દરમિયાન ફરજ પર હતો, આ દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ તરફથી માહિતી મળતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના સ્ટાફે લગ્નપ્રસંગ દરમિયાન ચાલી રહી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બે ઘડી માટે પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે સ્થળ પર 2 કે 5 નહીં પરંતુ 89 કરતા વધારે લોકો જુગાર રમી રહ્યા હતા. આ તમામ લોકો ટોકન સિસ્ટમથી મોટો જુગાર રમી રહ્યા હતા.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
તેઓએ જણાવ્યું કે, જે બાદ તમામ જુગારીઓ પાસેથી 150થી વધુ મોબાઈલ પણ કબ્જે લેવામાં આવ્યા હતા. તો 35થી વધુ વાહનો પણ કબ્જે લેવામાં આવ્યા હતા. હાલ તમામને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ