બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / airtel best prepaid plan offering daily up to 3gb data free calling and free hotstar

ઓફર / એરટેલના ગ્રાહકો માટે બેસ્ટ છે આ 3 સસ્તા પ્લાન, રોજ 3 GB સુધી ડેટા સહિત મળશે ગજબ સુવિધાઓ

Noor

Last Updated: 09:34 AM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રાહકોને આકર્ષવા માટે ટેલિકોમ કંપનીઓ બેસ્ટ બેનિફિટવાળા પ્લાન ઓફર કરતી રહે છે. જેમાં એરટેલ પણ પાછળ નથી. એરટેલ પાસે રોજ 3જીબીવાળા જોરદાર પ્લાન છે. ચાલો જાણીએ.

  • રોજ 3 જીબી ડેટાવાળા આ પ્લાનમાં મળશે ધાંસૂ સુવિધાઓ
  • ઓછી કિંમતના આ પ્લાનમાં કરાવો રિચાર્જ
  • એરટેલના આ પ્લાનમાં મળશે ગજબ ઓફર

એરટેલના આ પ્લાનમાં ડેટા અને કોલિંગની સાથે અન્ય સુવિધાઓ પણ મળી રહી છે. એરટેલ ઘણાં શાનદાર પ્લાન ઓફર કરે છે. જેમાં રોજ 3 જીબી ડેટાની સાથે ડિઝની + હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ વીડિયોનું ફ્રી સબ્સ્ક્રિપ્શન ડેટા અને ફ્રી કોલિંગ પણ મળે છે.

એરટેલનો 499 રૂપિયાનો પ્લાન

28 દિવસની વેલિડિટી સાથે આવતા આ પ્લાનમાં તમને દરરોજ 3 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત, કંપની દરરોજ 100 ફ્રી SMS અને સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપી રહી છે. આ પ્લાનમાં મળતાં વધારાના ફાયદાની વાત કરીએ તો તેમાં એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનનું 30-દિવસનું ફ્રી ટ્રાયલ અને ડિઝની+ હોટસ્ટાર મોબાઇલનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે.

એરટેલનો 699 રૂપિયાનો પ્લાન

એરટેલનો આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. કંપની આ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા મળી રહ્યો છે. દરરોજ 100 ફ્રી SMSની સાથે દેશભરના તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ મળશે. આ પ્લાનમાં કંપની ડિઝની + હોટસ્ટાર મોબાઇલનું એક વર્ષ માટે ફ્રી સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. આ સિવાય, આ પ્લાનમાં તમને એમેઝોન પ્રાઈમ વીડિયોના મોબાઈલ વર્ઝનનું 30 દિવસ સુધી ફ્રી ટ્રાયલ પણ મળશે.

એરટેલનો 2798 રૂપિયાનો પ્લાન

એરટેલનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. કંપની આ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા મળી રહ્યો છે. દરરોજ 100 ફ્રી SMSની સાથે દેશભરના તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ મળશે. આ પ્લાનમાં કંપની ડિઝની + હોટસ્ટાર મોબાઇલનું એક વર્ષ માટે ફ્રી સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. આ સિવાય, આ પ્લાનમાં તમને એમેઝોન પ્રાઈમ વીડિયોના મોબાઈલ વર્ઝનની 30 દિવસ સુધી ફ્રી ટ્રાયલ પણ મળશે. જણાવી દઈએ કે આ ત્રણેય નવા પ્લાનમાં યુઝર્સને ફાસ્ટેગની ખરીદી પર 100 રૂપિયા કેશબેક મળે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Best Plan Offer Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ