બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad's Sabarmati riverfront has become a suicide point

ચોંકાવનારું / સાબરમતી નદી બની સ્યુસાઇડ પોઇન્ટ: છેલ્લાં 2 જ વર્ષમાં 60 સ્ત્રીઓ સામે 249 પુરુષોએ લગાવી મોતની છલાંગ

Malay

Last Updated: 04:07 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરમતી નદી બની સ્યુસાઈડ પોઈન્ટ, છેલ્લા 2 વર્ષમાં 60 મહિલાઓ અને 249 પુરુષોએ સાબરમતી નદીમાં લગાવી મોતની છલાંગ.

 

  • સાબરમતી નદીમાં સ્ત્રીઓ કરતાં ચાર ગણા પુરુષોએ જીવન ટૂંકાવ્યું
  • 2 વર્ષમાં 60 સ્ત્રીઓએ સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી
  • 2 વર્ષમાં 249 પુરુષોએ કર્યો આપઘાત, રેસ્ક્યૂ માટે 388 કોલ મળ્યા

અમદાવાદને પૂર્વ-પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચતી સાબરમતી નદી એક તરફ તેના જળથી લોકોને જીવન પૂરું પાડી રહી છે, બીજી તરફ તેના સોહામણા રિવરફ્રન્ટના વોક-વે લોકો માટે આનંદ-પ્રમોદનાં સ્થળ બનવાની સાથે કમનસીબે સ્યુસાઈડ પોઈન્ટ પણ થયા છે. અનેક લોકો જીવનથી થાકી-હારીને નદીનાં વહેતાં નીરમાં પડતું મૂકી મોતને વહાલું કરી રહ્યા છે, જોકે આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે સાબરમતીમાં ઝંપલાવનારા લોકોમાં કોમળ હૃદય ધરાવતી સ્ત્રીઓ કરતાં લોખંડી મનોબળ રાખતા પુરુષોની સંખ્યા ચાર ગણી વધુ છે. છેલ્લા બે વર્ષમાં 60 સ્ત્રીઓ સામે 249 પુરુષોએ આપઘાત કર્યો છે. પુરુષો ભલે કઠણ કાળજાના કહેવાતા હોય, પરંતુ તેઓ મનની વાત મનમાં રાખતા હોઈ તેમનામાં ડિપ્રેશન વધતાં આપઘાતના કિસ્સાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં ઘણું ઊંચું છે. 

Ahmedabad : Sabarmati river becomes suicidal point, 121 people committed  suicide during the year 2018
પ્રતિકાત્મક તસવીર

20 વર્ષીય યુવકે અટલબ્રિજ પરથી કૂદીને ટૂંકાવ્યું જીવન
ગઈકાલે અટલબ્રિજ પરથી પડતું મૂકીને પાલનપુરના 20 વર્ષીય આશાસ્પદ યુવકે આત્મહત્યા કરતાં સમગ્ર અમદાવાદમાં અરેરાટી મચી ગઈ છે. શહેરના આઈકોનિક બ્રિજ ગણાતા અટલબ્રિજ પરથી નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાનો આ પ્રથમ બનાવ બન્યો હોઈ મ્યુનિ. તંત્ર પણ સ્તબ્ધ બન્યું છે. 20 વર્ષીય પારિતોષ મોદી તબીબી અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો હતો.  નદીમાંથી બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે તેના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. 

VIDEO: અમદાવાદીઓ સાચવજો! સાબરમતીમાં ઘોડાપૂર, રિવરફ્રન્ટનો નિચલો ભાગ પાણીમાં  ગરકાવ | Water level of Sabarmati river increased at Ahmedabad riverfront
પ્રતિકાત્મક તસવીર

બે વર્ષમાં રેસ્ક્યૂ માટે 388 કોલ મળ્યા 
સાબરમતી નદીમાં એક અથવા બીજા કારણસર છેલ્લા બે વર્ષમાં કુલ 309 લોકોએ આપઘાત કર્યો હોવાનું ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમના ઈન્ચાર્જ ભરત માંગેલા કહે છે. વર્ષ 2021માં તંત્રને રેસ્ક્યૂના કુલ 179 કોલ મળ્યા હતા, જે પૈકી 132 મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વર્ષ 2021માં 104 પુરુષ અને 26 સ્ત્રીઓએ નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું, જ્યારે નદીમાં એક વર્ષના બાળક સહિત 25 પુરુષ અને નવ વર્ષની બાળકી સહિત 21 મહિલાને રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવવામાં આવ્યાં હતાં. જ્યારે વર્ષ 2022માં ફાયર બ્રિગેડને રેસ્ક્યૂના કુલ 209 કોલ મળ્યા હતા. રેસ્ક્યૂ ટીમ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન નદીમાંથી 169 મૃતદેહ બહાર કઢાયા હતા, જે પૈકી 145 પુરુષ અને 34 મહિલા હતી. તંત્ર દ્વારા 15 પુરુષ અને 14 મહિલાને બચાવી લેવાયાં હતાં.

સાબરમતી નદી સ્યુસાઈડ પોઇન્ટ બની
અગાઉ જે તે વ્યક્તિને તેના જીવનના તમામ નાના-મોટા પ્રશ્નમાં કુટુંબનો સધિયારો મળતો હતો. કૌટુંબિક પ્રેમના તાણાવાણાના કારણે કાકા-મામા પણ પરિવારની વ્યક્તિની ઉદાસીનતાને પારખી જઈને તેને દૂર કરતા હતા, જોકે આજના મોડર્ન જમાનામાં યુવક-યુવતીઓ ટેક્નોસેવી બન્યાં છે, પરંતુ કુટુંબ પરિવારથી વિમુખ બન્યાં હોઈ પોતાની મુશ્કેલીઓ કોઈ આગળ ઠાલવી શક્તાં નથી, તેમાં પણ પુરુષો અંદરોઅંદર મુંઝાઇ જઈ માનસિક રીતે પડી ભાંગે છે. સોશિયલ મીડિયા પર વહેતા થતા નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના વીડિયો જોઈ હતોત્સાહી થયેલાં પુરુષ કે સ્ત્રી તેમ કરવા માટે પ્રેરાય છે, જેના કારણે સાબરમતી નદી સ્યુસાઈડ પોઇન્ટ બની છે.

રાજ્યમાં ડુબવાની બે ઘટનાઃ તિથલ દરિયામાં 2 યુવતિઓ તણાઇ, એકનું મોત; દ્વારકા  દરિયામાં બે યુવકો ડૂબ્યા | Four drown in dwarka sea valsad sea gujarat
પ્રતિકાત્મક તસવીર

સાબરમતી નદીમાં પડીને થતા આપઘાતના કિસ્સાઓમાં પ્રેમ પ્રકરણમાં મળેલી નિષ્ફળતા, લગ્ન બાહ્ય સંબંધ, આર્થિક ભીંસ, બેકારી, અસાધ્ય બીમારી, એકલવાયું જીવન વગેરે કારણો મુખ્યત્વે જવાબદાર મનાય છે. સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે યુવા વર્ગ માટે લવ પોઈન્ટ બની ગયો છે. પ્રેમી યુગલોની અવાંછનીય હરકતોથી પરિવાર સાથે આવનારાઓને ઘણી વાર છોભીલા પણ બનવું પડે છે. કેટલાક વાર પ્રેમીઓ વચ્ચે નાની-નાની બાબતોને લઈ આપસી તકરાર થાય છે, તેમાંય લગ્નની હા-નાની બાબત જો ઉગ્ર બને તો ક્ષણિક આવેશમાં આવીને યુવા હૃદય નદીમાં ભૂસકો મારે છે. ઘણા લોકો વર્ષોજૂની ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર, લિવર, ઘૂંટણની સમસ્યા જેવા હઠીલા રોગની પીડાતા હોઈ દવા પાછળ ખાસ્સો ખર્ચ કરવા છતાં છુટકારો ન મળતાં નદીમાં પડતું મૂકે છે. કેટલીક વાર પરીક્ષાના ડરના કારણે શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપઘાત કરી લેતા હોય છે. ઘણી વાર પરીક્ષામાં નાપાસ થઈ નિરાશ થયેલાઓ પણ સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પર જઈ નદીમાં કૂદકો મારે છે. આર્થિક સંકડામણના કારણે દેવાનો બોજો વધી જવાથી લેણિયાતના ત્રાસથી બચવા માટે પણ નદીમાં છલાંગ લગાવી મોતને ભેટનારા લોકોના કિસ્સા પણ વધ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ