બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabad's founding day and forgotten heritage splendor, where the administration is falling short.

વિરાસત / અમદાવાદનો સ્થાપના દિવસ અને વિસરાતો વારસાઈ વૈભવ,ક્યાં ઉણું ઉતરી રહ્યું છે વહીવટી તંત્ર.નક્કર વાસ્તવિકતા

Mehul

Last Updated: 10:51 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ દેશની પહેલી હેરિટેજ સિટી.અમદાવાદમાં ઘણા એવા મકાનો છે.જેનો હેરિટેજ વારસમાં સમાવેશ કરાયો છે.અમદાવાદ કોર્પોરેશનની સાચવણીની જવાબદારી છતાં બેદરકારીનો આરોપ

  • અમદાવાદનો 611મો સ્થાપના દિવસ 
  • આપણું સ્થાપત્ય,આપણો વારસો 
  • હેરીટેજની જાળવણીમાં બેદરકારી ? 


અમદાવાદ દેશની પહેલી હેરિટેજ સિટી છે. આજે 611મો સ્થાપના દિવસ છે.ત્યારે અમદાવાદ કોર્પોરેશન સામે હેરિટેજ વારસાને બેદરકારી પૂર્વક સાચવવાના આરોપો લાગ્યા છે. અમદાવાદમાં ઘણા એવા મકાનો છે. જે વર્ષો જૂના છે અને તેમનો હેરિટેજ વારસમાં સમાવેશ કરાયો છે. આ હેરિટેજ વારસાને સાચવી રાખવાની જવાબદારી અમદાવાદ કોર્પોરેશનની છે.પરંતુ સ્થાનિકો કોર્પોરેશન પર બેદરકારીના આરોપ લગાવી રહ્યા છે

આજે અમદાવાદના 611માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી...અમદાવાદને યુનેસ્કો દ્રારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યા છે...ત્યારે ખાડિયા વિસ્તારમાં આવેલા હેરિટેજ મકાનોને બચાવવા માટે સ્થાનિકો કોર્પોરેશન સામે લડત આપી રહ્યા છે. હેરિટેજ વારસાને જાળવા માટે અમદાવાદ કોર્પોરેશન ઉણું ઉતર્યુ હોય તેવું લાગી રહ્યુ છે.....ખાડિયા વિસ્તારમાં 12 હજાર 500 જેટલા હેરિટેજ મકાનો આવેલા હતા. પરંતુ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા પછી કોર્પોરેશનની બેદરકારીથી તે ઘટવા લાગ્યા છે..અને હાલ હેરિટેજ મકાનોની સંખ્યા માત્ર 2 હજાર 685 જ છે. સ્થાનિકો આ બેદરકારી માટે કોર્પોરેશનને જવાબદાર ગણાવે છે.

 
એક તરફ ખાડિયા વિસ્તારના સ્થાનિકો હેરિટેજ બચાવો સમિતી રચના કરીનેની વારસો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદના મેયર કહી રહ્યા છે કે આ મામલે કાયદા મુજબ આ હેરિટેજ મકાનોમાં કોઈ ખાનગી કામકાજ નથી કરી શકાતું.જે લોકોના મકાનો છે તેઓ ખાડિયા વિસ્તાર છોડીને અન્ય જગ્યાએ રહેવા ગયા છે.મધ્ય ઝોનમાં આવેલા મકાનોમાં નવા પ્લાન સાથે કોઈ નવું બાંધકામ નથી કરી શકતા.
 
અમદાવાદની ઉંમર 611 વર્ષની થઈ છે,ત્યારે વિકાસની ઉંચાઈઓ આંબતા અમદાવાદને જાળવી રાખવુ હશે,તો તેના હેરિટેજ વારસાને તો જાળવી જ રાખવો પડશે.નહીં તો અમદાવાદ તેની પૌરાણિક ઓળખ ગુમાવી બેસશે તેનો ડર છે. અમદાવાદ કોર્પોરેશન કરોડો અમદાવાદના વિકાસના કાર્યો પાછળ રૂપિયા ખર્ચે છે., સાથે હેરિટેજ વારસાની જાળવણી માટે પણ નક્કર પગલા લે કોર્પોરેશનની જવાબદારી છે. 


ખાડિયાના હેરિટેજ મકાનો, વિસરાતો વારસો 

આજે અમદાવાદ નો સ્થાપના દિવસ. એ અમદાવાદ કે જેની ઓળખ ખાડિયાના હેરિટેજ મકાનો થી છે જેના પર વર્લ્ડ હેરિટેજ સીટી નો દરજ્જો મેળવ્યો પરંતુ તંત્ર આ હેરિટેજ વર્ષ ને સાચવવા માં તંત્ર નિષ્ફળ  રહ્યું છે અને વારસો ભુલાઈ રહ્યો છે.

અમદાવાદ ના જન્મ દિવસ ની ઔ અમદાવાદીઓ ઉજવણી કરી રહ્યા છે પરંતુ જે અમદાવાદ ને કારણે યૂનેસ્કોમાં સ્થાન મળ્યું અને વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે નો દરજ્જો મળ્યો તે હેરિટેજ વારસો ભુલાઈ રહ્યો છે. ખાડિયા ના સ્થાનિકો વારસો બચાવવા લડાઈ લડી રહ્યા છે. પરંતુ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન તંત્ર જાળવણી કરવા માં પાછળ પડી રહ્યું છે. ખાડિયા વિસ્તારમાં 12500 હેરિટેજ મકાનો આવેલા હતા. આ  હેરિટેજ મકાનો યુનેસ્કો ના દરજ્જા બાદ વધવાની જગ્યા એ ઘટયા છે .. જે હેરિટેજ મકાનો છે તેની જાળવણી મનપા નથી કરી રહ્યું.  અને અંતે હવે આ મકાનો માત્ર 2685 જ રહ્યા છે .

શ્રેષ્ઠ ખાડિયા હેરિટેજ બચાવો સમિતિ હેઠળ સ્થાનિકો વારસો બચવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે સંગે મામલે મેયરનું કહેવું છે કે આ મામલે કાયદા મુજબ આ હેરિટેજ મકાનો માં કોઈ ખાનગી કામકાજ નહીં કરી શકતું. જે લોકોના મકાનો છે તેઓ બહાર ખાડિયા છોડી અન્ય જગ્યા એ રહેવા ગયા છે. મધ્ય ઝોન માં આવેલા મકાનોમાં નવા પ્લાન સાથે કોઈ નવું બાંધકામ નથી શકતા..

અહીં મહત્વ ની બાબત એ છે કે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન વર્લ્ડ હેરિટેજ સીટીના દરજ્જા પર વાહવાહી મેળવે છે તો આ હેરિટેજ મકાનો ને જાળવણી કેમ નથી કરી રહ્યું ? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ