બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad Uttlebridge paid AMC Rs. 1,44,12,985 given

લોકપ્રિય / વેકેશનના છેલ્લા રવિવારે આઈકોનિક અટલબ્રિજે તિજોરી છલકાવી દીધી, આવકના તમામ રેકોર્ડ તૂટયા, સત્તાવાર રિપોર્ટ જાહેર

Dinesh

Last Updated: 08:15 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળુ વેકેશનના અંતિમ દિવસે 20 હજારથી વધુ લોકો ઊમટ્યાઃ અત્યાર સુધીમાં કુલ 26.36 લાખ મુલાકાતીઓએ અટલબ્રિજ પર લટાર મારી

  • વેકેશનના છેલ્લા રવિવારે અટલબ્રિજે તિજોરી છલકાવી
  • રવિવારે 20 હજારથી વધુ મુલાકાતીઓએ અટલબ્રિજની મજા માણી
  • અટલબ્રિજે બે મહિનામાં AMCને રૂ. 1,44,12,985 આપ્યા


અમદાવાદમાં શહેરીજનો માટે કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટની સાથે-સાથે સાબરમતી નદી પર બનાવાયેલો આઈકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાનું વેકેશન ચાલતું હોઈ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તે રોજેરોજ રાતના અગિયાર વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો છે, જેના કારણે મે વેકેશન હોઈ ગત એપ્રિલ મહિના કરતાં પણ પ૪ હજારથી વધુ મુલાકાતીઓ અટલબ્રિજની મોજ માણી ચૂક્યા છે. દરમિયાન ગઈ કાલ તા. 4 જૂન ને રવિવારે ઉનાળુ વેકેશનનો છેલ્લો રવિવાર હોવાથી 20 હજારથી વધુ મુલાકાતીઓએ અટલબ્રિજની મજા માણી હતી.

28 મેએ 10,671 મુલાકાતીઓએ અટલબ્રિજનો લહાવો લીધો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 ઓગસ્ટ, 2022ના રોજ સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારા ફૂટબ્રિજ એટલે કે અટલબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ. ૭૩ કરોડના ખર્ચે અટલબ્રિજનું નિર્માણ કરાયું છે. 300 મીટર લાંબો અટલબ્રિજ સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી લોકો માટે ખુલ્લો મુકાયો હતો, જોકે ઉનાળાની રજા હોઈ તે હવે રાતના વધુ બે કલાક મુલાકાતીઓ માટે આનંદ-પ્રમોદનું સ્થળ બન્યો છે. હવે આઈકોનિક અટલબ્રિજનું ઓનલાઈન બુકિંગ પણ થઈ રહ્યું છે, જેના કારણે પણ મુલાકાતીઓની સંખ્યા વધી હોવાનું જાણવા મળ્યું છે. તંત્રના સત્તાવાર રેકોર્ડ મુજબ ગત મે મહિનામાં કુલ 2,64,932 મુલાકાતીઓ અટલબ્રિજ પર આવ્યા હતા. ઉનાળુ વેકેશન હોઈ અટલબ્રિજ ખાતે રોજના આશરે સાત હજાર જેટલા મુલાકાતીઓ નોંધાયા હતા, જોકે   ગત તા. 7 મેના દિવસે રવિવાર હોઈ 17,882 તા. 14 ‌મેના રવિવારે 15,221 અને 21 મેના રવિવારે 11,239 તેમજ મે મહિનાના અંતિમ રવિવારે એટલે કે તા. 28 મેએ 10,671 મુલાકાતીઓએ અટલબ્રિજનો લહાવો લીધો હતો.

 મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઊમટ્યા 
ગત મે મહિનામાં અટલબ્રિજે મ્યુનિ. કોર્પોરેશનને કુલ રૂ. 79,80,545 રળી આપ્યા હતા એટલે આવકની દૃષ્ટિએ પણ તંત્રને મે‌ મહિનો ફળ્યો હતો. મે મહિનાના દિવસોમાં તંત્રને તા. 7 મેએ સૌથી વધુ રૂ. 5,45,185ની આવક થઈ હતી, જ્યારે 10 મેએ સૌથી ઓછા 5925 મુલાકાતીઓ નોંધાતાં તંત્રને માત્ર રૂ. 1,80,805ની આવક થઈ હતી. આની સામે એપ્રિલ-2023ની આવક જોતાં તે મહિનામાં તંત્રના સત્તાવાર રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ કુલ 2,09,218 મુલાકાતીઓ નોંધાયા હતા. આટલા મુલાકાતીઓથી મ્યુનિ. તિજોરીમાં રૂ. 64,32,440 ઠલવાયા હતા એટલે કે એપ્રિલ કરતાં મે મહિનામાં કુલ 55,714 મુલાકાતી વધ્યા  હતા. મે મહિનામાં સ્વાભાવિકપણે શાળા-કોલેજોમાં વેકેશન ચાલતું હોઈ બહારગામના મુલાકાતીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો હતો, જોકે કાળઝાળ ગરમીના કારણે મોડી સાંજ પછી મુલાકાતીઓ અટલબ્રિજ ખાતે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

રાજ્યભરમાં ભારે લોકપ્રિય 
અટલબ્રિજની આવક અને મુલાકાતીઓને લગતા તંત્રનો સત્તાવાર રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે અટલબ્રિજ અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં ભારે લોકપ્રિય બની ચૂક્યો છે. આ બ્રિજનું આકર્ષણ દિન-પ્રતિદિન વધતું જ જાય છે. અમદાવાદીઓ પોતાના મહેમાનોને પણ અટલબ્રિજ ખાતે લટાર મારવા અચૂકપણે લઈ આવે છે. વિદેશીઓ પણ અટલબ્રિજને જોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. અટલબ્રિજની લોકપ્રિયતા વધવાના કારણે તે એક પ્રકારે મ્યુ‌નિ. કોર્પોરેશનનો કમાઉ દીકરો બની ગયો છે. ગત તા. 31 ઓગસ્ટ, 2022થી તા.31 માર્ચ,2023 સુધીના સમયગાળામાં અટલબ્રિજ પર કુલ 21,62,262 મુલાકાતીઓ આવતાં તંત્રને કુલ રૂ.6,44,40,060 એટલે કે રૂ.6.44 કરોડથી વધુ આવક થઈ હતી, જે દર્શાવે છે કે અટલબ્રિજ કમાણીમાં અવલ પુરવાર થયો છે.

બે મહિનામાં અટલબ્રિજે રૂ.1.44 કરોડથી વધુ કમાણી કરી
અટલબ્રિજની એપ્રિલ-2023ની કમાણી રૂ.64,32,440 હતી, જે મે મહિનામાં વધીને રૂ.79,80,545 થઈ હતી એટલે કે છેલ્લા બે મહિનામાં જ તંત્રના આ કમાઉ દીકરાએ રૂ. 1,44,12,985 રળી આપ્યા છે.

છેલ્લા નવ મહિનામાં ર૬ લાખથી વધુ મુલાકાતી આવ્યા
ગત તા. 31 ઓગસ્ટ,2022થી અટલબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો ત્યારથી લઈ તા.31 મે, 2023 સુધીના સમયગાળામાં એટલે કે છેલ્લા નવ મહિનામાં કુલ 26,36,412 એટલે કે 26 લાખથી વધુ મુલાકાતીઓ અટલબ્રિજનો આનંદ માણ્યો હતો.જૂનના પહેલા ચાર દિવસમાં 46 હજારથી વધુ મુલાકાતી નોંધાયા. વર્તમાન જૂન મહિનાની 1થી 4 તારીખ વચ્ચે અટલબ્રિજ નિહાળવા માટે વધુ 46 હજાર મુલાકાતીઓ ઊમટી પડ્યા હતા, જેના કારણે તંત્રને વધુ રૂ.13,72,535ની આવક મળવા પામી હતી. તા.૩ જૂન ને શનિવારે 10,603 મુલાકાતીઓ અટલબ્રિજ જોવા માટે આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ