ahmedabad people no mask covid guidelines coronavirus vtv Reality check
VTV રિયાલિટી ચેક /
અમદાવાદીઓના માસ્ક ન પહેરવાના બહાના તો જુઓ, કોઇએ કહ્યું- ભૂલી ગયો... તો કોઇને શ્વાસ ચડે છે...
Team VTV11:32 PM, 03 Dec 20
| Updated: 01:43 AM, 04 Dec 20
એક તરફ કોરોનાના વધતા કેસોને રોકવા અને મહામારીને ડામવા માટે સરકાર અનેક નિયમો લગાવી રહી છે. અનેક સૂચનો આપે છે, વારંવાર જાહેરાતો કરે છે. હાઈકોર્ટ પણ ફટકાર લગાવી રહ્યી છે. જ્યારે બીજી તરફ લોકો નિયમોની ઐસીતૈસી કરી રહ્યા છે. ત્યારે VTV Newsએ લોકોની બેદરકારીને ઉજાગર કરવા રિયાલિટી ચેક કર્યું હતું. તો જુઓ કેવી તસવીરો સામે આવી...
હાઈકોર્ટની ફટકાર છતાં અમદાવાદીઓ બેદરકાર
માસ્ક ન પહેરવા અવનવા બહાના બતાવે છે
VTV Newsએ કર્યું રિયાલિટી ચેક
'કોરોના ફેલાવો હોય તો ફેલાય અમારે શું ? નિયમો ઘડાય તો ઘડાય અમારે શું? અમે માસ્ક નહીં પહેરીએ.' આવું અમે નથી કહેતા પરંતુ અમદાવાદીઓ કહે છે. ત્યારે જ તો બહાર નિકળે છે. ત્યારે કોઈ માસ્ક પહેરતા ભૂલી જાય છે. તો કોઈ દંડના ડરથી નાક નીચે માસ્ક લટકાવી લે છે. કારણ કે, તેમના માટે તો માસ્ક નાક ઢાંકવા માટે નહીં પરંતુ મોઢું છપાવવા માટેનું એક કપડું છે. વીટીવીએ આવા જ લોકોની બેદરકારીને ઉજાગર કરવા અને લોકોને જાગૃત કરવા રિયાલીટી ચેક શરૂ કર્યું છે. જેમાં બહાનેબાજોની તો કોઈ કમી જ ન જોવા મળી.
માસ્ક વગર ફરતા લોકોને VTVએ પકડ્યા તો આવા મળ્યા જવાબ
- વાત કરતો હતો.. - કોરોના થશે તો વાતો કરવાનો ટાઈમ નહીં મેળે
- ભૂલી ગયો.. - ભાઈ ખાવાનું નથી ભૂલતા ?
- લો આ ભાઈને શ્વાસ ચડે છે..
- હવા આવે એ માટે નિકાળ્યું.. - ભાઈ કોરોના આવશે તો જીવનની હવા નિકળી જશે
- જલદીમાં હતો તો ભૂલી ગયો.. કપડા પહેરવાનું કેમ નથી ભૂલાતું
શહેરના રસ્તાઓ તો સમજ્યા પરંતુ જ્યાં કાયમી માટે ભીડ રહે છે તેવી બજારો અને શાક માર્કેટોમાં પણ લોકો બેફામ કોરોનાને નોતરતા હોય તેમ જોવા મળ્યા. કેટલાક લોકો માસ્ક છે છતાં પહેરતા નથી.
આ તો અમદાવાદની તસવીર હતી. પરંતુ આવું દરેક નાનાથી માંડીને મોટા શહેરમાં જોવા મળે છે. આવા જ લોકો દરેક શહેરમાં ફરે છે. જેમને ખુદની તો નથી પડી. પરંતુ ખુદના પરિવારની પણ પડી નથી. VTVએ આજે આ અહેવાલ દ્વારા રાજ્યના દરેક નાગરિકોને અપીલ કરવા માગે છે કે, તેઓ બેદરકાર ન બને અને કોરોનાની ગંભીરતાને સમજી નિયમોનું પાલન કરે. કારણ કે, આપણે સુરક્ષિત હશું તો જ આપણો પરિવાર સુરક્ષિત છે.