બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabad have been declared as microcontainment zones

મહામારી / અમદાવાદમાં એકસાથે 10 વિસ્તારોને મૂકી દેવાયા માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં, જાણો કયા કયા

Kiran

Last Updated: 08:59 PM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કોરોના કેસ વધતા અમદાવાદ શહેરમાં એક સાથે 10 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ સાથે જ શહેરમાં કુલ 21 જેટલા માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન થયા છે.

  • અમદાવાદ માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમા વધારો
  • શહેરમાં 10 માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકાયા 
  • શહેરમાં કુલ 21 માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન થયા 

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 571 કેસ સામે આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે, એક્ટિવ કેસની સંખ્યા 2371 સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ આવતા તંત્ર સાબદું બન્યું છે. રાહતના સમાચાર એ છે કે આજે કોઈ પણ કેસ ઑમિક્રૉનનો નોંધાયો નથી. જો કે આજે કોરોના કેસ વધતા અમદાવાદ શહેરમાં એક સાથે 10 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ સાથે જ શહેરમાં કુલ 21 જેટલા માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન થયા છે. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર થયા છે ત્યારે સેટેલાઈટ, જોધપુર, મકરબા, શિવરંજની, વસ્ત્રાપુર વિસ્તારમાં કોરોના કેસ જાહેર કરવામાં આવ્યા છે. 

સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન

કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો રાજ્યમાં સતત વધી રહ્યા છે. રાજ્ય અને અમદાવાદમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે એએમસી એક્શનમાં આવી છે. આને લઈ AMCએ કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસનો વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે શહેરમા માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે તે પણ એક ચિંતાનો વિષય છે. ઇસનપુર, આંબલીના અમુક વિસ્તારોના ઘણા લોકોને માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે. ઇસનપુરના 37, આંબલીના 38 લોકો માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં રાખવા આવ્યા હતા ગઈ કાલે શહેરમાં કુલ 11 માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આજે 10 માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન થયા છે. આ પહેલા ચાંદલોડિયાની આઈસલેન્ડ, દિવ્ય જીવન સોસાયટીમાંને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કરવામાં આવી હતી. તો આજે શહેરમાં કેટલાક વિસ્તારો માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. 

3 શહેરમાં ચિંતાજનક કેસમાં વધારો

અમદાવાદ શહેરમાં 269 અને ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 74 અને ગ્રામ્યમાં 4 કેસ, વડોદરા શહેરમાં 41 અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. ત્યારે આ ત્રણેય જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાયા છે પણ છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ સામે નહી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાજ્યમાં 53 ઓમિક્રોન એક્ટિવ કેસ છે જ્યારે કુલ 44 દર્દીઓ ઓમિક્રોનના ભરડામાંથી મુક્ત થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.ઓમિક્રોનના અમદાવાદમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબરે વડોદરામાં કુલ 21 કેસ બહાર આવ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ