બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Car Garage Car mechanic: What to do if the car stops due to heavy rain
Vishnu
Last Updated: 10:02 PM, 13 July 2022
ADVERTISEMENT
અમદાવાદમાં રવિવારે સાંજે વરસાદે માઝા મૂકી હતી. એકધારે 10થી વધુ ઈંચ વરસાદ ગણતરીના કલાકોમાં વરસી જતાં શહેરમાં મોટાભાગની જગ્યાએ ક્યાંય ગળાડૂબ તો કયા ઘૂટણસમાં પાણી ભરાયા હતા. આ કારણે લોકોની ઘરવખરીને તો મોટું નુકસાન થયું છે સાથે જ વાહનોની પણ દશા આવી ગઈ છે. મોંઘી દાટ કાર હોય કે બાઈક, સ્કૂટી હોય કે પછી રિક્ષા જેવા ગમે તે વાહન પાણીમાં દોડાવ્યા પછી રસ્તા પર ચાલે તેવા નથી રહ્યા. હાલ સર્વિસ સેન્ટર હોય ત્યાં દિવાળીની ખરીદી જેવા માહોલ છે. ખાનગી ગેરેજ અને કંપનીના સર્વિસ ગેરેજમાં વાહનોના થપ્પા લાગ્યા છે. જો કાર સર્વિસ કરાવી હોય તો 15 દિવસની વેઇટિંગ અને બાઈક સર્વિસ કરાવવું હોય તો 3 થી 4 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
એક પગાર જેટલો ખર્ચો થઈ શકે
હાલ એવી સ્થિતિ ઊભી થઈ છે એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે તો બીજી તરફ વરસાદી તારાજીને લીધે કાર જેવા વાહનોને રિપેરિંગ માટે આખોય પગાર ખર્ચી નાખે તો પૂરું થાય તેમ નથી એક ખાનગી અખબારનાં રિપોર્ટ પ્રમાણે 30 થી 40 ટકા વાહનોમાં નાનો મોટો સર્વિસનો પ્રોબ્લેમ આવ્યો છે. અને જો ગેરેજમાં મૂકવાની સ્થિતિ આવે તો 3 હજારથી લઈને 1 લાખથી વધારે સુધીનો ખર્ચ માગી લે એમ છે.માત્ર કાર જ નહીં, પરંતુ ટૂ-વ્હીલર સર્વિસ સેન્ટર પર પણ બાઈક અને સ્કૂટી મોટા પ્રમાણમાં સર્વિસ માટે આવી રહી છે.
ADVERTISEMENT
ભારે વરસાદથી કાર માલિકોને આર્થિક નુકસાન
ગેરજ હાઉસફુલ
ગાડી સર્વિસ કરતા ઓટો ગેરજ ધરાવતા માલિકોણું કહેવું છે કે રોજ 30 થી 40 ગાડીઓ રિપેરિંગ માટે આવી રહી છે. આ સ્થિતિ બાઈક રીપેર કરતાં ગેરજમાં છે. પણ જે પણ કાર સર્વિસમાં આવે તેમાં ઘણું નુકસાન થયું હોવાથી રોજ 5-6 ગાડી જ રિપેરિંગ થઈ રહી છે. મોટી સંખ્યામાં વાહનધારક પોતાના ઘરે જ સર્વિસ કરવા એવા ફોન કરી દબાણ કરી રહ્યા છે. એવા પણ કિસ્સા બન્યા હતા કે એપાર્ટમેન્ટની નીચે પાર્કિંગમાં રાખેલી ગાડીઓ પૂરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેથી વાહનોમાં ગાડીનું ટોટલ લોસ, લોક સિસ્ટમ બંધ થઈ જવી, ECM ફેઇલ, વાયરિંગમાં શોર્ટ સર્કિટ, એન્જિન ફેઇલ સુધીના પ્રોબ્લેમ સાથે લોકો કાર ગેરજમાં મૂકવા આવી રહ્યા છે.
કાર જો પાણીમાં ડૂબી જાય છે તો શું કરશો ?
સગવડ હોય ત્યાં સુધી ભારે વરસાદની આગાહી બાદ વાહનને અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ન રાખવું, કારના કાચ અને દરવાજા બંધ રાખવા તેમજ રસ્તા પર જ્યાં ગાડીના બોનેટથી ઉપર પાણી ભરાયું તે રસ્તા પર ગાડી ન હંકારતા વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરી અથવા તો અન્ય રસ્તા પર પસાર થઈએ તો મસમોટા સર્વિસ ખર્ચથી બચી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.