ખાદ્યતેલની કંપનના કસ્ટમર કેર પર ગ્રાહકે ફોન કરતા ભાંડો ફૂટ્યો, શું શહેરીજનો નકલી તેલ આરોગે છે?
ભોજનમાં ખાદ્યતેલ વાપરતા પહેલા ચેતી જજો
અમદાવાદથી નકલી ખાદ્યતેલનું કૌભાંડ પકડાયું
કેવી રીતે થતો હતો તેલનો ખેલ?
જો તમે તમારા ઘર માટે તેલ ની ખરીદી કરી રહ્યા છો તો સાવધાન થજો કેમ કે પ્રખ્યાત કંપની ના નામે નકલી તેલ પણ બજારમાં વેચાય રહ્યું છે.આવું જ એક કૌભાંડ શાહપુરમાં સામે આવ્યુ છે.
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
એક પ્રખ્યાત તેલની કંપનીના કસ્ટમર કેરમાં એક ફોન આવ્યો હતો કે તમારા નામના લોગો નો દૂર ઉપયોગ કરી ને બનવાતી તેલના ડબ્બા શાહપુરની એક કરિયાણાની દુકાનમાં વેચવામાં આવી રહયા છે.આ માહિતી મળતાની સાથે જ ઓઇલની કંપનીના જવાબદાર લોકોએ શાહપુર પોલીસનો સંપર્ક કરીને પોલીસને સાથે રાખીને શાહપુ માં આવેલ ગણેશ પ્રોવિઝન સ્ટોરમાં રેડ કરી હતી ત્યાંથી પોલીસેને પ્રખ્યાત ઓઇલ કંપનીના બનવાટી લોગો સાથેના 5 તેલના ડબ્બા મળી આવ્યા હતા ત્યારે ગણેશ પ્રોવિઝન સ્ટોરના માલિક વિપુલભાઇ ચંદુલાલ ઠક્કરને પૂછતા આ નકલી તેલના ડબ્બાઓ પાલડી ગામ ખોડીયાર ચોકમાં આવેલ એક દુકાનમાંથી મંગાવતો હોવાનું ખુલ્યુ.
આખી લિન્કનો થયો પર્દાફાશ
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે યોગીરાજ ડીસ્ટ્રીબ્યુટરના માલિક નિકુંજ મહેતા અને નારાયણ પ્રોવીઝન સ્ટોરના માલિક અલ્પેશ ઠક્કર ડુપ્લીકેટ ઓઈલ બનાવતા હતા.તેમની દુકાનમા સર્ચ કરતા 15 લીટરના નકલી રીફાઇન્ડ ઓઇલ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બન્ને વેપારીની પુછપરછમા અસફાક ખોલીયાવાળાનુ નામ ખુલ્યુ હતુ.જે ઓઢવના મહેશ પટેલ પાસેથી ઓઈલ મંગાવતો હોવાનુ ખુલ્યુ હતુ. આ પ્રકારે શાહપુરથી ઓઢવ સુધી ડુપ્લીકેટ ઓઈલનો કારોબાર ફેલાયો હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે આ કૌભાંડમા વિપુલ ઠ્ક્કર, અસફાક ખોલીયાવાળા, નિકુંજ મહેતા અને અલ્પેશ ઠક્કરની ધરપકડ કરી છે. આ વેપારીઓ લોકોના સ્વાસ્થય સાથે ખેલી રહયા હતા.આ નેટવર્ક કેટલા સમયથી ચાલી રહયુ છે..અને અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.તે તમામ મુદ્દે પોલીસે આરોપીઓની પુછપરછ શરૂ કરી છે
કેરીના રસમાં પણ ભેળસેળિયાની નજર
તો બીજી તરફ અમદાવાદમાં ઝાડા-ઉલટીના કેસોની વચ્ચે તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. AMCના ફૂડ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભેળસેળીયા દુકાનદારો પર તંત્રનો કાબૂ ન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કેરીનો રસ ખાતા પહેલા થોડું વિચારજો કારણ કે તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક લાલચુ વેપારીઓ વાસી,બગડેલી કેરી માંથી બનેલો કે ભેળસેળ કરેલ રસ વેચી લોકોના આરોગ્યને નુકશાન કરી રહ્યા છે છતાંય તંત્ર હાથ પર હાથ ધરી બેસી રહ્યું છે.
બે વર્ષમાં એક પણ કેરીના રસનું સેમ્પલ ફેઈલ ન નિકળ્યું..!
ઉનાળામા કેરીના રસની મજા લેવી કોને ન ગમે? ગરમીમા કેરી અને કેરીના રસની ભારે માંગ રહે છે.બજારમા મોટા પાયે રસનુ વેચાણ થાય છે.લોકો હોશે હોશે રસ ખરીદે છે. પરંતુ આ વખતે રસ વીચારીને ખરીદો.જો તમે ખરીદેલો રસ વાસી કેરી માંથી બનાવેલો હશે કે ભેળસેળ વાળો હશે તો તમારી તબીયત બગડી શકે છે. અમદાવાદ મહાનરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા ખાદ્ય પદાર્થનાં સેમ્પલ તો લેવામાં આવે છે પણ તેના પરિણામ ને લઈ ચર્ચા થતી રહે છે.ક્યાંક.લેબ રિપોર્ટ આવતા લાંબો સમય નીકળી જતો હોય છે તો ક્યાંક બધા સેમ્પલ પાસ થઈ જતાં જોવા મળે છે. કેરીના રસમાં પણ આવું જ જોવા મળ્યું છે.વર્ષ ૨૦૨૦માં કેરીનાં રસ અને મેંગો મિલ્કશેક ના ૯ જ્યારે ૨૦૨૧મા ૨૩ નમૂના લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.પરંતુ નવાઈ એ છે કે બે વર્ષ માં લેવાયેલ 32 નમૂનામાં ભેળસેળ જ નથી થઇ . તમામ નમૂના પાસ થઇ ચુક્યા છે.જેને લઈ આરોગ્ય વિભાગની કામગીરી પર પણ શંકા ઉપજી રહી છે.