બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Aspire-2 tragedy first major police action the cause of the tragedy was also exposed

એક્શન / અમદાવાદ એસ્પાયર-2 દુર્ઘટના મામલે પોલીસની સૌપ્રથમ મોટી કાર્યવાહી, દુર્ઘટનાના કારણનો પણ થયો પર્દાફાશ

Kishor

Last Updated: 10:30 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એસ્પાયર-2 દુર્ઘટના મામલે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે એક કોન્ટ્રાક્ટર અને બે પેટા કોન્ટ્રાક્ટર સહીત ત્રણની ધરપકડ કરી છે.

  • અમદાવાદમાં એસ્પાયર-2 દુર્ઘટના મામલો
  • પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ 
  • એક કોન્ટ્રાક્ટર અને બે પેટા કોન્ટ્રાકટરની ધરપકડ 

અમદાવાદમાં એસ્પાયર-2માં લિફ્ટ તુટી પડવાની દુર્ઘટનાને લઇને હાહાકાર મચી ગયો છે અને હાલ રાજ્યભરમાં આ મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે આ કેસમાં પોલીસની સૌપ્રથમ મોટી કાર્યવાહી સામે આવી રહી છે. જેમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી તપાસ તેજ બનાવી છે. પોલીસ તપાસમાં કોન્ટ્રાકટરો સેફ્ટી વિના સાઇટ પર શ્રમિકો પાસે કામ કરાવતા હોવાનો પર્દાફાશ  પણ થયો છે. જે ને લઇને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે દુર્ઘટના ઘટી હોવાનું ચોંકાવનારુ કારણ સામે આવ્યું છે. 

પોલીસે 3 લોકોની કરી ધરપકડ 
ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને તાપસનો ધમધમાટ હાથ ધરી કોન્ટ્રાક્ટર સૌરભ શાહને દબોચી લીધો હતો. જ્યારે આ પ્રકરણમાં પેટા કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને નૈમિશ પટેલને પણ કશૂરવાર ગણી ત્રણેયને ઉઠાવી લેવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણે શું હતી સમગ્ર ઘટના 
અમદાવાદમાં આજે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 13મા માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિક નીચે પટકાયા હત. જેમાં સાતનાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિક કરી રહ્યા હતા. આ દરમિયાન 13મા માળનો માચડો ભારે વજનને કારણે તૂટ્યો હતો. સ્લેબ તૂટતાં જ આઠેય શ્રમિક એકસાથે નીચે પડ્યા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8મા માળે નેટ પણ બાંધી હતી. શ્રમિકો 8મા માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા, પરંતુ ભારે વજનને કારણે નેટ પણ તૂટી પડી હતી. નેટ તૂટતાં 8મા માળેથી શ્રમિકો ધડાકા સાથે નીચે પડ્યા હતા. એમાં 2 શ્રમિક ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા, જ્યારે 6 શ્રમિક બેઝમેન્ટમાં પટકાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ