બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Airport is now Adani Airport Congress opposes over missing of Sardar Patel name

વિવાદ / અમદાવાદ ઍરપોર્ટની એન્ટ્રી પર લાગેલા બોર્ડ પર સરદાર પટેલનું નામ નહીં, કોંગ્રેસે વ્યક્ત કર્યો વિરોધ

vtvAdmin

Last Updated: 04:10 PM, 12 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ગુજરાતમાં પણ અદાણીને લઈને નવો વિવાદ ઊભો થતો દેખાઈ રહ્યો છે અને તેનું કારણ છે અમદાવાદ ઍરપોર્ટ. અમદાવાદ ઍરપોર્ટના નામમાં સરદાર પટેલનું નામ ગાયબ થતાં કોંગ્રેસ ટ્વિટ કરી વિરોધ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ ઍરપોર્ટનું સંચાલન 7 નવેમ્બરથી અદાણીને સોંપાયા બાદ હવે તેના નામને લઈને પ્રથમ વખત વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ ઍરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું તેનું હવે નવું નામ અદાણી ઍરપોર્ટ કરી દેવાયું  છે. ઍરપોર્ટ પર અદાણી ઍરપોર્ટ્સના બોર્ડ લગાવી દેવાયા છે જેના પગલે હવે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે. 

સરદાર વિરોધી, અદાણી પ્રેમી ભાજપ : કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે "સરદાર વિરોધી, અદાણી પ્રેમી ભાજપ". તેમણે ટ્વિટમાં આગળ લખ્યું કે :

"સરદાર પટેલના નામ પર માત્ર પોતાના રાજકાજને ચમકાવનારી ભ્રષ્ટ ભાજર સરકારે ઉદ્યોગપતિ મિત્રની ખુશામતીમાં ગુજરાતના અમદાવાદ ઍરપોર્ટથી દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગાયબ કરીને અદાણી ઍરપોર્ટ કરી દીધું છે."

અદાણીનો અગાઉ ખેડૂતો દ્વારા દિલ્હી આંદોલનમાં પણ વિરોધ

મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સરકાર સાથે નિષ્ફળ વાટાઘાટો બાદ અદાણી અને અંબાણીના પ્રોડક્ટ્સ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આ મામલે અદાણીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યુ હતું અને લોકોનો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અદાણીએ કહ્યું હતું કે અમે સરકાર માટે માત્ર અનાજ સ્ટોર કરીએ છીએ નહીં કે અમે સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરીએ છીએ. 

ઓસ્ટ્રેલિયામાં પણ અદાણીનો વિરોધ

બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં પણ અદાણીના કોલસા ઉદ્યોગને લઈને વિરોધ જોવા મળ્યો હતો. તાજેતરમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ દરમ્યાન ચાલુ મેચમાં એક શખ્સ કાર્ડ બોર્ડ લઈને મેદાનમાં વિરોધ કરવા પહોંચી ગયો હતો. જેમાં તે અદાણીના કોલ પ્રોજેક્ટને લઈને વિરોધ કરતો જોવા મળ્યો હતો. 

અદાણીને દેશભરમાં અપાયા છે ઍરપોર્ટ

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2019માં કેન્દ્ર સરકારે 6 મુખ્ય એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતુ. તેમાં લખનઉ, અમદાવાદ, જયપુર, મેંગલુરુ, થિરુવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટ સામેલ છે. એક પ્રતિસ્પર્ધી બોલી પ્રોસેસ બાદ અદાણી ગ્રૂપને ત્રણ એરપોર્ટ ચલાવવાનો અધિકાર મળ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા અદાણી ગ્રૂપને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લખનઉ એરપોર્ટ અને મેંગલુરુ એરપોર્ટ સોંપાયા છે. 

2013થી ચાલી રહી હતી વાત

સરકારે કહ્યું હતું કે, આનો સીધો જ ફાયદો હવાઈ મુસાફરો અને AAIને થશે. આ અંગે સરકારે ઉદાહરણ આપતા જણાવ્યું કે, દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા જ કરવામાં આવે છે. વર્ષ 2006માં દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. તમને એ પણ જણાવી દઈએ કે, પાંચ વર્ષથી એટલે કે, ૨૦૧૩ના વર્ષથી અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણની વાત ચાલી રહી હતી. પરંતુ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)ના કર્મચારીઓના વિરોધથી આ સંઘ કાશીએ પહોંચી શક્યો ન હતો.

અદાણી ગ્રૂપ શું શું બદલાવ કરશે

  • રનવેનું નવીનીકરણ
  • ટર્મિનલની બહાર મુસાફરો માટે સુવિધા વધારવામાં આવશે
  • પીક એન્ડ ડ્રોપની સુવિધાઓ પણ વધારવામાં આવશે
  • ત્રણ વર્ષ બાદ અદાણી ગ્રુપના કર્મચારીઓ સ્વતંત્ર રીતે સંચાલન કરશે
  • અમદાવાદ એરપોર્ટ પર 126 જેટલા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Adani Airport Ahmedabad airport adani અદાણી એરપોર્ટ અદાણી ગ્રુપ Ahmedabad Airport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ