બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / After the World Cup former cricketer of Team India Virender Sehwag reacted

પ્રતિક્રિયા / 'ઘણા ઓછા એવા પ્રધાનમંત્રી હશે જે ડ્રેસિંગ રૂમમાં ગયા હોય' : પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે જુઓ શું કહ્યું!

Kishor

Last Updated: 07:23 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ પીએમ મોદીના ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને મળવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

  • ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગની પ્રતિક્રિયા
  •  પીએમ મોદીના ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને મળવા પર આપી પ્રતિક્રિયા 
  • પીએમનું ડ્રેસિંગ રૂમમાં આવવું એ જ સૌથી મોટી વાત હતી

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને આ હાર મળતા ભારતનું ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઈ ગયું. ભારતને મળેલી આ હારના કારણે ઘણા લોકોનું દિલ તુટી ગયું. ભારતને હાર મળતા કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયાં હતા. પણ સૌથી મોટી વાત એ છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને હિંમત અને પ્રોત્સાહન આપવા માટે તેઓ ખુદ ડ્રેસિંગ રૂમમાં હતા.

પીએમનું ડ્રેસિંગ રૂમમાં આવવું એ જ સૌથી મોટી વાત હતી

પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓઓનો આભાર માન્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ આગની જેમ વાઈરલ થયો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ પીએમ મોદીના ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને મળવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સહેવાગે કહ્યું કે પીએમનું ડ્રેસિંગ રૂમમાં આવવું એ જ સૌથી મોટી વાત હતી. જ્યારે કોઈપણ દેશના પીએમ આવું કરે છે ત્યારે તેનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધે છે.

એવા પ્રસંગો બહુ ઓછા હોય છે

સેહવાગે કહ્યું,'એવા પ્રસંગો બહુ ઓછા હોય છે જ્યારે દેશના વડાપ્રધાન ખેલાડીઓને મળે અને તેને પ્રોત્સાહિન આપે. સેહવાગે કહ્યું કે મે અત્યાર સુધી એવુ ક્યારેય નથી જોયુ કે જ્યારે કોઈ ટીમને હાર મળી હોય ત્યારે જે તે દેશના પીએમ તેને મળવા જાય અને તેને આ રીતે પ્રોત્સાહન આપે. ત્યારે પીએમ મોદીનું આ એક શાનદાર પગલુ છે. કે તેઓ પોતે ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને મળ્યા.

ઘણા ઓછા એવા પ્રધાનમંત્રી હશે કે જેઓ ડ્રેસિંગ રૂમમાં ગયા હશે

સેહવાગે કહ્યું કે જ્યારે આપણે વર્લ્ડ કપ ફાઈનલ હારીએ છીએ ત્યારે એ સમયે આપણને ખાસ ફેમેલી, ફ્રેન્ડસ અને ફેન્સના સપોર્ટની ખાસ જરૂર હોય છે. પણ મારી નજરમાં પીએમ મોદીએ જે કામ કર્યું તે ખરેખર સરાહનીય છે. કારણ કે તેનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધે છે અને આવનારા વર્લ્ડ કપ માટે સારૂ પ્રદર્શન કરવાની તેઓની એક કોશિષ પણ રહે છે. સેહવાગે અંતે કહ્યું કે એવુ નથી કે કોઈ એક વ્યક્તિના કારણએ આપણે ફાઈનલ જીતી શક્યા નથી. જ્યારે ટીમ સારૂ રમી રહી હતી ત્યારે આપણે સૌ તેના વખાણ કરી રહ્યાં હતા. પણ જ્યારે તે સારૂ ન રમી શકી ત્યારે આપણે તેને સપોર્ટ કરવો જોઈએ, ઘણા ઓછા એવા પ્રધાનમંત્રી હશે કે જેઓ ડ્રેસિંગ રૂમમાં ગયા હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ