બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / After masturbation and oral sex, now the video of a girl in a skirt in the metro is viral

દિલ્હી / હસ્તમૈથુન અને ઓરલ સેક્સ બાદ હવે મેટ્રોમાં સ્કર્ટવાળી છોકરીનો વીડિયો વાયરલ, મન મૂકીને કર્યાં નખરાં

Vishal Khamar

Last Updated: 11:35 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા દિલ્હી મેટ્રોમાં એક મુસાફર હસ્તમૈથુન કરી રહ્યો હતો. જે વીડિયો સામે આવ્યા બાદ હોબાળો થયો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો થયો વાયરલ
  • મેટ્રોની અંદર શોર્ટ સ્કર્ટમાં યુવતી ડાન્સ કરતી જોવા મળી 
  • યુવતીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

 પબ્લિક ટ્રાન્સપોર્ટનું માધ્યમ મેટ્રો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ચર્ચામાં છે. મેટ્રોની અંદર મુસાફરોના અલગ-અલગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ પ્રક્રિયા ગુરુવારે શરૂ થઈ જ્યારે એક મુસાફરનો શરમજનક વીડિયો સામે આવ્યો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ મુસાફર દિલ્હી મેટ્રોમાં બેસીને હસ્તમૈથુન કરી રહ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હોબાળો થયો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી મેટ્રોની અંદર શોર્ટ સ્કર્ટમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.


શોર્ટ સ્કર્ટમાં આ છોકરી મેટ્રોમાં થોડો સમય ડાન્સ કરે છે
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેટ્રોની અંદર ઘણા મુસાફરો છે. આ દરમિયાન મેટ્રોમાં એક છોકરી ડાન્સ કરવા લાગે છે. યુવતીના ડાન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે શોર્ટ સ્કર્ટમાં આ છોકરી મેટ્રોમાં થોડો સમય ડાન્સ કરે છે. એવું લાગી રહ્યું છે કે કદાચ આ યુવતી તેના જ મોબાઈલથી તેના ડાન્સનો આ વીડિયો શૂટ કરી રહી હતી.

આ પહેલા ગુરુવારે મેટ્રો ટ્રેનની અંદર એક મુસાફર પોતાની સીટ પર હસ્તમૈથુન કરતો જોવા મળ્યો હતો. આ મુસાફરની બાજુમાં એક મહિલા મુસાફર અને કેટલાક અન્ય લોકો પણ બેઠા હતા. દિલ્હી મેટ્રોમાં યુવકનું આ ઘૃણાસ્પદ કૃત્ય લોકોએ કેમેરામાં કેદ કર્યું હતું અને બાદમાં આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. દિલ્હી મહિલા આયોગે આ મામલે દિલ્હી મેટ્રો અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે.

આ સિવાય હાલમાં જ એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મેટ્રોની અંદર એક કપલ હાજર છે અને યુવતી મેટ્રોમાં ઓરલ સેક્સ કરી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકોએ તેના પર કડક કાર્યવાહીની માંગ પણ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ