બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / After India objected, China slapped 440 on spy ship issue

મોટો નિર્ણય / શ્રીલંકાએ નિભાવી જૂની દોસ્તી! ભારતે વાંધો ઉઠાવ્યા બાદ જાસૂસી જહાજ મામલે ચીનને આપ્યો 440 નો ઝટકો

Priyakant

Last Updated: 01:12 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના જહાજને અગાઉ હંબનટોટા પોર્ટ પર રોકવાની મંજૂરી આપવી એ ભારત માટે મોટો આંચકો હતો. જોકે શ્રીલંકાના નવા નિર્ણયથી એવું લાગી રહ્યું છે કે તે વર્તમાન સમયે ભારતને નારાજ કરવા માંગતું નથી.

  • શ્રીલંકાએ ચીનને ઝટકો આપતા ભારતના વાંધાને ગંભીરતાથી લીધો
  • ચીનના જાસૂસી જહાજને હંબનટોટા બંદરે પહોંચવાની તારીખ લંબાવવા માટે કહ્યું
  • ભારતે ચીનના જહાજના શ્રીલંકામાં રોકાવા સામે વાંધો ઉઠાવ્યો હતો 

ભારતના પાડોશી દેશ શ્રીલંકાને આપણે તેમના મુસીબતના સમયમાં મદદ કરી છે. તેવામાં હવે શ્રીલંકાએ ચીનને ઝટકો આપતા ભારતના વાંધાને ગંભીરતાથી લીધો છે. કોલંબોએ ચીનના જાસૂસી જહાજ યુઆન વાંગ-5ને હંબનટોટા બંદરે પહોંચવાની તારીખ લંબાવવા માટે કહ્યું છે. ભારતે ચીનના જહાજના શ્રીલંકામાં રોકાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેથી આ નિર્ણયને ચીન માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે.

શું છે મામલો ? 

વાસ્તવમાં ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ 5 ઓગસ્ટે હંબનટોટા બંદર પહોંચવાનું હતું. આ જહાજ 17 ઓગસ્ટ સુધી અહીં જ રોકાત. ત્રીજી પેઢીનું આ આધુનિક જાસૂસી જહાજ શ્રીલંકામાં રોકાયા બાદ ભારતે તેને પોતાની સુરક્ષા માટે ખતરો માનીને વિરોધ નોંધાવ્યો હતો.

ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું હતું ? 

ભારતીય વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેઓ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આનાથી ભારતની સુરક્ષા અને આર્થિક હિતો પર કોઈ અસર પડશે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જરૂર પડ્યે સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

 
આ તરફ શ્રીલંકાના વિદેશ મંત્રાલયે કોલંબોમાં ચીની દૂતાવાસને પત્ર લખીને આગળના પરામર્શ સુધી જહાજના આગમનની તારીખ સ્થગિત કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે, શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને 12 જુલાઈ 2022ના રોજ હમ્બનટોટા બંદરે આવવાની પરવાનગી આપી હતી.

અવાર-નવાર શ્રીલંકાને મદદ કરે છે ભારત

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આ દિવસોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આર્થિક સંકટના કારણે લોકો માટે અહીં રોજબરોજની વસ્તુઓ એકઠી કરવી મુશ્કેલ બની ગઈ છે. લોકો પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યપદાર્થો માટે પણ તલપાપડ છે. શ્રીલંકાની મદદ માટે માત્ર ભારત જ ખુલ્લેઆમ આગળ આવ્યું છે. આવી સ્થિતિમાં ચીનના જહાજને હંબનટોટા પોર્ટ પર રોકવાની મંજૂરી આપવી એ ભારત માટે મોટો આંચકો હતો. જોકે શ્રીલંકાના નવા નિર્ણયથી એવું લાગી રહ્યું છે કે તે વર્તમાન સમયે ભારતને નારાજ કરવા માંગતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ