બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / After giving the reins of JIO to Akash, now Ambani can also give a big responsibility to his daughter

બિઝનેસ / આકાશને JIOની કમાન આપ્યા બાદ હવે દીકરીને પણ મોટી જવાબદારી આપી શકે છે અંબાણી, ટૂંક સમયમાં થઈ શકે છે એલાન

Priyakant

Last Updated: 12:46 PM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોની કમાન પુત્ર આકાશને સોંપ્યા બાદ હવે તેમની પુત્રી ઈશાના રાજ્યાભિષેકની તૈયારીઓ

  • આકાશને JIOની કમાન આપ્યા બાદ હવે ઈશા અંબાણીને મળશે જવાબદારી 
  • ઈશાના રાજ્યાભિષેકની તૈયારીઓ, ટૂંક સમયમાં થઈ શકે છે એલાન
  • ઈશાને ટૂંક સમયમાં રિલાયન્સ રિટેલની ચેરપર્સન બનાવવામાં આવી શકે છે

વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી હાલમાં તેમની સફળતાની યોજના પર કામ કરી રહ્યા છે. રિલાયન્સ જિયોની કમાન પુત્ર આકાશને સોંપ્યા બાદ હવે તેમની પુત્રી ઈશાના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. એક રિપોર્ટ્સ અનુસાર, ઈશા અંબાણીને ટૂંક સમયમાં રિલાયન્સ રિટેલની ચેરપર્સન બનાવવામાં આવી શકે છે. તે રિટેલ બિઝનેસનું ધ્યાન રાખશે. બ્લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે. 

ઈશા અંબાણીને મોટી જવાબદારી મળશે 

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં પરિવારના નજીકના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, ઈશા અંબાણીના અધ્યક્ષ બનવાની જાહેરાત બુધવારે થઈ શકે છે. ઈશા અંબાણી હાલમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર છે. 

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અભ્યાસ કર્યો છે ઈશા અંબાણીએ 

ઈશા અંબાણીએ યેલ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. 2015માં તે ફેમિલી બિઝનેસમાં જોડાઈ. તે Jio Platforms, Jio Limitedના બોર્ડમાં પણ છે. તેના લગ્ન ડિસેમ્બર 2018માં બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા હતા. તમને જણાવી દઈએ કે 27 જૂને જિયોની બોર્ડ મીટિંગમાં જ જિયો ઈન્ફોકોમ લિમિટેડના બોર્ડ દ્વારા આકાશ અંબાણીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

રિલાયન્સ જિઓની કમાન હવે યુવા આકાશ અંબાણીના હાથમાં 

રિલાયન્સ જિઓની કમાન હવે અંબાણીના 30 વર્ષીય પુત્ર આકાશી અંબાણીના હાથમાં આવી છે. રિલાયન્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં રિલાયન્સ જિઓના નવા ચેરમેન પદે આકાશ અંબાણીની વરણીને લીલીઝંડી આપી છે. મુકેશ અંબાણીએ જિઓના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ શાખા, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે મંગળવારે જાહેરાત કરી હતી કે, અંબાણીએ 27 જૂનથી  કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ