બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / After AAP in Gujarat, Congress will announce the list of election candidates

રાજનીતિ / BIG NEWS: ગુજરાતમાં AAP બાદ કોંગ્રેસ ચૂંટણીના ઉમેદવારોની યાદી કરશે જાહેર, ઘડ્યો છે નવો પ્લાન

Vishnu

Last Updated: 05:16 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં AAP બાદ કોંગ્રેસ પણ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કરી શકે છે જાહેર, હારેલી બેઠકોને કબજે કરવા બનાવી નવી વ્યુહરચના

  • ગુજરાત કોંગ્રેસના મોટા સમાચાર
  • ગમે તે ઘડીએ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થશે
  • કોંગ્રેસની 58 ઉમેદવારોની યાદી તૈયાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બંધ બાજી ઉઘાડતા જાય છે. AAPની એન્ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં રસાકસી ભર્યો ત્રિપાખીયો જંગ ખેલોશે. એક તરફ ભાજપ અત્યારથી માઈક્રો પ્લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે. ગુજરાત AAP પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થયા તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ 'આપના' રસ્તે જઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે.

58 ઉમેદવારોની યાદી તૈયાર, હાઈકમાન્ડની મંજૂરીની રાહ
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગમે તે ઘડીએ કોંગ્રેસ ઘારાસભ્યના મુરતીયાની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. કોંગ્રેસની 58 ઉમેદવારોની યાદી તૈયાર થઈ ચૂકી છે.ઉમેદવારનું લિસ્ટ પણ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લી 3 ટર્મથી હારતી બેઠકના ઉમેદવાર નક્કી કરી કોંગ્રેસ હારેલી સીટને કબજે કરવાની રણનીતિ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જો કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તો પ્રથમ વાર બનશે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસ આટલી જલ્દી લિસ્ટ જાહેર કરશે. નહીં તો આમ કોંગ્રેસ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ ઉમેદવારોની જાહેરાત કરતું હોય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ નવા દાવથી કાઠું કાઢી શકશે કે નહીં? 

કોંગ્રેસની નવી રણનીતિથી ફાયદો કે નુકસાન
રાજકિય પંડિતો માની રહ્યા છે કે હારેલી સીટ પર જો કોંગ્રેસ ઉમેદવાર અત્યારથી જાહેર કરી દે તો ફિફ્ટી ફિફ્ટી  ફાયદો અને નુકસાન થઈ શકે છે કારણ કે ઉમેદવારોને લોકો સુધી પહોંચશે જેથી પૂરતો ફાયદો મળશે તો બીજી તરફ આંતરિક વિખવાદનો ઉકલતો ચરુ બહાર આવતા જ ગમે ત્યારે કોંગ્રેસના પાયા ડગમગાવી શકે છે.  ખેર રાજનીતિમાં કહેવાય છે કે બધુ જ નક્કી હોય છે સમયે સમયે પત્તા ખૂલતાં કાવાદાવા બહાર આવે છે. ત્યારે જોવું રહ્યું કે  અન્ય પક્ષોને માત આપવાની ભાજપની માહિર રણનીતિ ગુજરાત કોંગ્રેસના આ ખેલને કઈ રીતે સમજે છે અને કઈ રીતે પોતાના સોગઠાં ગોઠવે છે.

ગુજરાત AAP પાર્ટીએ પ્રથમ લિસ્ટ જાહેર કર્યું
વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે આમ આદમી પાર્ટીના પ્રદેશ અને દિગ્ગજ નેતાઓના નામ હાલ જાહેર કરવામાં નહીં આવે. ચર્ચા મુજબ આ યાદી કે હવે પછીની યાદીમાં ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી સહિતના મોટા નેતાઓનું નામ કદાચ નહીં હોય. મુખ્યમંત્રીનો ચહેરો પણ ચૂંટણીની તારીખો જાહેર થતાં લોકો સમક્ષ મુકાશે તે પણ નક્કી છે.

AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી  જાહેર

  • ભેમાભાઈ ચૌધરી: દિયોદર
  • જગમાલભાઈ વાળા: સોમનાથ
  • અર્જુનભાઈ રાઠવા: છોટા ઉદેપુર
  • સાગરભાઈ રબારી: બેચરાજી
  • વશરામભાઈ સાગઠિયા: રાજકોટ(ગ્રામીણ)
  • રામ ધડૂક: કામરેજ
  • શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ
  • સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર
  • ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
  • રાજેન્દ્ર સોલંકી : બારડોલી


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ