સુરતના તાતીથૈયા ગામે હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. જે કેસમાં સુરત જીલ્લા એલસીબી દ્વારા આરોપીને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાર્યવાહિ હાથ ધરી છે.
સુરત તાતીથૈયા ગામે હિટ એન્ડ રનનો મામલો
સુરત જિલ્લા LCB પોલીસે આરોપીને ઝડપી પાડયો
અકસ્માત બાદ આરોપી હતો ફરાર
સુરતના તાતીથૈયા ગામે હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. જે કેસમાં પોલીસે હિટ એન્ડ રન કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત જીલ્લા એલસીબી દ્વારા આરોપીને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાર્યવાહિ હાથ ધરી છે. 18 જાન્યુઆરીના રોજ કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા હતા અને અકસ્માત બાદ બાઈક ચાલક 12 કિમી સુધી ઢસડાયો હતો. બે દિવસ બાદ બાઈક ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માત સર્જનાર કારને અન્ય એક કાર ચાલકે વીડિયો ઉતાર્યો હતો. પોલીસને આરોપીની કાર સારોલી નજીકથી મળી આવી હતી. એલસીબી પોલીસે આરોપી બિરેન લાડ઼ુમોરને ઝડપી પાડ્યો છે.
આરોપી- બીરેન લાડમોર
અકસ્માત સર્જાયાના બે દિવસ બાદ પોલીસને મહિલાના પતિની લાશ મળી
18 જાન્યુઆરીના રોજ બારડોલી રોડ પર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બારડોલીથી સુરત જઈ રહેલ દંપતી સાગર પાટીલ અને અશ્વિની પાટીલને એક અજાણ્યા કાર ટક્કર મારી નાસી છુટ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા અને ઘાયલ દંપતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો આગળની કાર્યવાહિ હાથ ધરી હતી. ત્યારે અકસ્માત સર્જાયા બાદ મહિલાનો પતિ પણ ગાયબ હતો. અકસ્માતના બે દિવસ બાદ મહિલાના પતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
તપાસ અધિકારી
અકસ્માત સર્જાયા બાદ આરોપી ભાગી ગયો હતો
આ બાબતે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે બાઈક સવાર દંપત્તિને અડફેટે લેવાના હિટ એન્ડ રન કેસમાં એલસીબી પોલીસે કામરેજ ટોલનાકા પાસેથી એક વ્યક્તિની અટકાયત કરી છે. જેનુ નામ બિરેન લાડુમોર છે. જે સુરતમાં જ રહે છે. ત્યારે અકસ્માત સર્જાતા એરબેગ ખુલી ગઈ હતી અને ત્યાં તે ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. અને ત્યાર બાદ તે મુંબઈ ગયો હતો અને ત્યાંથી તે રાજસ્થાન ગયો હતો. આજે તે પરત આવી રહ્યો હતો ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે તેની અટકાયત કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે