બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / According to Vastu Shastra keeping peacock feathers in the house removes negative energy

વાસ્તુશાસ્ત્ર / ઘરની આ દિશામાં આજથી જ લગાવો મોરપીંછ, મળશે રાહુદોષથી મુક્તિ, ઘરમાં પણ વધશે સમૃદ્ધિ

Kishor

Last Updated: 11:49 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરપીંછ રાખવાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા ધીમે ધીમે દૂર થાય છે અને સકારાત્મકતાના પ્રાણ પુરાય છે.

  • ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરે છે મોરપીંછ
  • મોરપીંછને ઘરમાં સાચી દિશામાં રાખવામાં આવે તો થાય છે અનેક લાભ 
  • તીજોરીમાં મોરપીંછને વીંટીને રાખવાથી આર્થિક સ્થિતિ બને છે મજબૂત

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર જીવનમાં આવતી સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. જેનું અનુશરણ કરવાથી અમુક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. ત્યારે પ્રકૃતિમાં રહેલી ઘણી એવી વસ્તુઓ છે જેનાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે એટલું જ નહીં ઘરની તરક્કી પણ વધવા લાગે છે અને કુંડળીમાં રાહુના નકારાત્મક પ્રભાવને પણ ઓછો કરી શકાય છે. આવી વસ્તુઓમાં મોરપીંછનો પણ સમાવેશ થાય છે. આ મોરપીંછને ઘરમાં સાચી દિશામાં રાખવામાં આવે તો અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારે આવો જાણીએ નિષ્ણાંતોનો મત!

ઘરમાં મોરપીંછ હોય તો આ ખૂણામાં મૂકી દો, ધનલાભના બનવા લાગશે યોગ | put  peacock feather in this corner will bring wealth

ક્યારેય આર્થિક કટોકટી અનુભવાતી નથી
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરમાં મોરપીંછ હોય તે લોકોના ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા ધીમે ધીમે દૂર થાય છે અને સકારાત્મકતાના પ્રાણ પુરાય છે. એટલું જ નહીં સંપત્તિમાં પણ વધારો થઈ શકે તેઓ પણ દાવો કરાઈ રહ્યો છે. પરંતુ મોરપીંછને યોગ્ય દિશામાં રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી જ આ પ્રકારના ફાયદા મળી શકે છે. જો તમે ધન મેળવવા ઇચ્છતા હોય તો ઘરની દક્ષિણ દિશામાં તિજોરીમાં મોરપીંછને રાખવું જોઈએ. તેના કારણે ઘરમાં ક્યારેય આર્થિક કટોકટી અનુભવાતી નથી. આ ઉપરાંત ઘરની તીજોરીમાં રેશમી કપડામાં મોરપીંછને વીંટીને રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે.

સુખ-શાંતિ અને પૈસાનો વરસાદ થાય તે માટે ચોક્કસથી કરો મોરપીંછનો ઉપાય |  various-benefits-of-peacock-feather

કુંડળીમાંથી રાહુ દોષ પણ દૂર થાય છે
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પૂજા ઘરમાં મોરપીંછ રાખો તો નાહકના ખર્ચામાંથી છુટકારો મળી શકે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં જે ઘરમાં મોરપીંછ હોય તે ઘરમાં ધનની દેવી મા લક્ષ્મી અને વિદ્યાની દેવી મા સરસ્વતી પ્રસન્ન થઈ તે ઘરમાં વાસ કરે તેવું પણ કહેવાય છે. વધુમાં કુંડળીમાંથી રાહુ દોષ પણ દૂર થાય છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ