બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / ac outdoor unit location best to place air conditioner compressor roof or balcony
Arohi
Last Updated: 11:44 AM, 10 July 2023
ADVERTISEMENT
વરસાદમાં કૂલરનો ઉપયોગ ભલે ઓછો થતો હોય પરંતુ એર કંડિશનર લોકો જરૂર ચલાવે છે. ACનો ઉપયોગ એટલે બંધ નથી થતો કારણ કે રૂમમાં ભેજને ઓછો કરવા માટે તેનાથી સારો ઓપ્શન બીજો કોઈ નથી હોતો. જોકે ACને લઈને અમુક વાતોનું ધ્યાન ન રાખવામાં આવે તો કૂલિંગ પર સીધી અસર પડે છે. જેનો મતલબ એ છે કે તમારે વિજળીનું બિલ પણ વધારે આવે છે.
ADVERTISEMENT
ક્યાં લગાવવું ACનું આઉટડોર યુનિટ?
આમ તો લોકો પોતાના બજેટ અને સહૂલિયતના હિસાબથી વિંડો કે સ્પ્લિટ AC ખરીદે છે. પરંતુ જો સ્પ્લિટ ACની વાત કરવામાં આવે તો તે બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક ઈનડોર યુનિટ અને એક આઉટડોર યુનિટ. આઉટડોર યુનિટને લઈને લોકોમાં એ વાત ખૂબ જ કન્ફ્યૂઝન વાળી રહે છે કે તેને ક્યાં લગાવવામાં આવે. બાલકની કે છત પર?
જો તમે પણ આ વાતથી કન્ફ્યૂઝ છો કે આઉટડોર યુનિટ માટે કઈ જગ્યા બેસ્ટ છે તો અહીં અમે તમારી મદદ કરીશું. આઉટડોર યુનિટને બાલકની, છત પર કે કોઈ બિલ્ડિંગના કિનારા પર ઈન્સ્ટોલ કરી શકાય છે. દરેક ઓપ્શન બેસ્ટ છે. કોઈ પણ એરફ્લોમાં કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં આવે. જોકે તેના માટે તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે.
યુનિટને છત પર રાખવું બેસ્ટ
આઉટડોર યુનિટ લગાવવા માટે જરૂરી જગ્યા હોવી જોઈએ. તેના સાફ અને ખુલી જગ્યા પર રાખવું જોઈએ. તેને ગરાજ જેવી બંધ જગ્યામાં ન રાખવું જોઈએ. તે સારી રીતે કૂલિંગ કરે તે માટે તેને ખુલ્લી જગ્યા પર રાખવું જરૂરી છે. જો તમારી બાલ્કની વધારે મોટી નથી તો પ્રયત્ન કરો કે યુનિટને છત પર જ રાખો.
યોગ્ય એરફ્લો જરૂરી
AC આઉટડોર યુનિટની સાથે યોગ્ય એરફ્લો સુનિશ્ચિત કરવા માટે તમે સામાન્ય રીતે દરેક તરફથી 2 ફૂટની દૂર બનાવી રાખો. જ્યારે દીવાલ પર સ્પ્લિટ ACના આઉટડોર યુનિટને લગાવવામાં આવે છે તો યોગ્ય એરફ્લો માટે દીવાલ અને છતથી અમુક જગ્યા બચી જાય છે.
આઉટડોર યુનિટ રાખવા માટે સૌથી યોગ્ય જગ્યા છતને માનવામાં આવે છે. પરંતુ ઉદાહર તરીકે જો તમે પહેલા ફ્લોર પર રહો છો તો ચોથા ફ્લોર પર છત પર રાખવું થોડુ મુશ્કેલ છે માટે તેવામાં તેને બાલકની પર જ રાખવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.