બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / abhishek manu singhvi lashed out at delhi services bill told amit shah super boss

રાજ્યસભામાં દિલ્હી બીલ / 'આપણી સામે બેઠલા અમિત શાહ સુપર CM છે', સિંઘવીની જોરદાર દલીલોથી રાજ્યસભામાં ગરમાગરમી

Hiralal

Last Updated: 04:13 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી સર્વિસ બીલ રાજ્યસભામાં રજૂ કરતાં કોંગ્રેસના અભિષેક મનુ સિઁઘવીએ તેના વિરોધમાં જોરદાર દલીલો કરીને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું.

  • દિલ્હી સર્વિસ બીલ રાજ્યસભામાં રજૂ કરાયું
  • કોંગ્રેસના અભિષેક મનુ સિઁઘવીએ સંભાળ્યો મોરચો
  • બિલના વિરોધમાં કરી ધારદાર દલીલો 

ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં દિલ્હી સેવા (સંશોધન) બિલ 2023 રજૂ કર્યું હતું. લોકસભામાં આ બિલ પાસ થઈ ચૂક્યું છે. વિપક્ષે પહેલેથી જ આ બિલનો વિરોધ કરવાનું મન બનાવી લીધું હતું. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ બિલનો વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બિલ વિશે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહને સુપરબોસ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, અંતિમ તમામ નિર્ણયો તેમણે જ લેવાના હોય છે.

દિલ્હી સર્વિસ છે ગેરબંધારણીય, સિઁઘવીએ રાજ્યસભામાં કરી ધારદાર દલીલો 
રાજ્યસભામાં બિલનો વિરોધ કરતી વખતે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે 1992થી બીજી કોઈ સરકાર આવું બિલ કેમ ન લાવી? ભાજપ પણ કેન્દ્રમાં હતી અને કોંગ્રેસ સહિત કોઈએ પણ આ રીતે બંધારણીય બેંચના નિર્ણયને રદ કર્યો ન હતો. શા માટે કોઈ પણ સરકારે બે અમલદારોને મુખ્ય પ્રધાન કરતા વધુ શક્તિશાળી બનાવ્યા નથી? શા માટે કોઈ સરકારે એલજીને સુપર સીએમ બનાવ્યા નથી? આ સરકારે અને આ વિધેયકે આ બધું જ એવું કર્યું છે જે અગાઉ ક્યારેય થયું નથી. કારણ કે આ તેમનો સ્વભાવ છે. ચૂંટણીની હારને તેઓ પચાવી શકતા નથી, તેથી તેઓ ચૂંટાયેલી સરકારને કોઈપણ રીતે અંકુશમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બિલ ગેરબંધારણીય છે. આ દિલ્હીની જનતાનો અવાજ દબાવવા જઈ રહ્યો છે. તે વિધાનસભા આધારિત લોકશાહીનું ઉલ્લંઘન કરે છે.

તમે સુપરબોસ છો, સિઁઘવીએ અમિત શાહને સંભળાવ્યું 
સિંઘવીએ કહ્યું કે, આ બિલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરે છે. તે દરેક અધિકારીને અધિકાર આપે છે. બીજાની સરકારમાં સેક્રેટરી કોણ બનશે, એલજી કરશે આ કામ . તમામ વિજિલન્સ સત્તાઓ સૂચનો માટે આ ઓથોરિટી પાસે આવશે. તેનો હેતુ ભયનું વાતાવરણ ઉભું કરવાનો છે. આ ઓથોરિટીમાં ત્રણ લોકો છે. મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને મુખ્યમંત્રી. મેં ક્યારેય કોઈ ચૂંટણી ચીફ એક્ઝિક્યુટિવને બે સચિવો હેઠળ આવતા જોયા નથી. આ બંને સચિવો બેસીને નિર્ણય કરશે અને મુખ્યમંત્રી ઉભા રહેશે. તે પછી આ નિર્ણય પહેલા સુપર સીએમ પાસે જશે. અને પછી સુપરબોસ એટલે કે આપણી સામે બેઠેલા ગૃહમંત્રી પાસે આવશે. ચોથું, તમામ બોર્ડ દિલ્હી સરકાર પાસેથી તમામ બજેટ લેશે પરંતુ તેમના વડા સુપર સીએમ હશે.

લોકસભામાં પાસ થયું છે દિલ્હી સર્વિસ બીલ
ઉલ્લેખનીય છે કે દિલ્હી સર્વિસ બીલ લોકસભામાં પાસ થયું છે. આજે અમિત શાહે તેને રાજ્યસભામાં પાસ કર્યું હતું જે વખતે કોંગ્રેસ તરફથી વકીલ અભિષેક મનુ સિઁઘવીએ મોરચો સંભાળ્યો હતો અને તેમણે બીલના વિરોધમાં દલીલો આપી હતી. 

શું છે દિલ્હી સર્વિસ બીલ
દિલ્હી સર્વિસ બીલ મુખ્યત્વે રાજધાનીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને બદલી સંબંધિત જોગવાઈઓનું બીલ છે. કેન્દ્ર સરકાર ઉપરાજ્યપાલ વતી અધિકારીઓની ટ્રાન્સફર અને બદલીની સત્તા પોતાની પાસે રાખવા માગે છે જ્યારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને આ સત્તા આપી ત્યારે તેના વિરોધમાં કેન્દ્ર સરકાર વટહુકમ લઈ આવી હતી, હકીકતમાં કેન્દ્ર બદલી અને પોસ્ટિંગની સત્તા પોતાની પાસે રાખવા માગે છે, તેથી સરકારે આ બીલને લોકસભા પાસ કરાવી દીધું છે અને હવે રાજ્યસભામાં પણ રજૂ કરાયું છે. દિલ્હીની શાસક આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસ આ બીલના વિરોધમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ