એક્ટરનું અફેર્સ /
'Breaking News : આમીર ખાન કરી રહ્યો છે લગ્ન', વાયરલ વીડિયો જોઈને KKRએ કર્યું એલાન, આખરે સચ સામે આવ્યું
Team VTV06:24 PM, 25 May 23
| Updated: 06:27 PM, 25 May 23
આમીર ખાન લગ્ન કરી રહ્યો છે તેવી એક્ટર કેકેઆરની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં આશ્ચર્ય ફેલાયું છે.
આમીર ખાન અને ફાતિમા સના શૈખ સાથે રમ્યાં પિકલબોલ ગેમ
બન્નેને સાથે રમતાં જોઈને તેમના અફેરની ઉડી અફવા
એક્ટર કેકેઆર તો તેમના લગ્નની પણ જાહેરાત કરી નાખી
બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાન ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આમીર ખાનનો અભિનેત્રી ફાતિમા સના શેખ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને સ્ટાર્સ પિકલબોલની રમત રમતા નજરે પડે છે. જેને જોયા બાદ યૂઝર્સને તેમની વચ્ચે અફેર્સનો શક પડી રહ્યો છે અને તેઓ બન્નેને કપલ કહી રહ્યા છે
Breaking News:- Aamir Khan is going to get married with his daughter’s age Fatima Sana Shaikh soon. Aamir Khan is dating Sana from the time of their film #Dangal.
કમાલ આર ખાને આમીર-સનાના લગ્નનું એલાન કર્યું
આ વાયરલ વીડિયો બાદ બોલીવૂડ અભિનેતા કેઆરકે ઉર્ફે કમાલ આર ખાને આમિર ખાન અને ફાતિમાના લગ્નની જાહેરાત કરી છે.
એક ટ્વિટમાં કેકેઆરે આમિર ખાન અને ફાતિમા સના શેખ વચ્ચે ઉંમરના અંતર પર પણ કટાક્ષ કર્યો હતો. તેણે લખ્યું, 'બ્રેકિંગ ન્યૂઝ - આમિર ખાન પોતાની દીકરીની ઉંમરની ફાતિમા સના શેખ સાથે બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિર ફિલ્મ દંગલના સમયથી સનાને ડેટ કરી રહ્યો છે.
બે લગ્ન કર્યાં આમીરખાને
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આમિર ખાન પોતાની બીજી પત્ની કિરણ રાવથી અલગ થઈ ગયો હતો. તેમને આઝાદ ખાન નામનો એક પુત્ર પણ છે. જો કે અલગ થયા બાદ પણ આમિર ખાન અને કિરણ રાવ ઘણી વાર સાથે જોવા મળ્યાં હતા. કિરણ રાવ પહેલા આમીરે
રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહોતો અને બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ લીધા હતા. આમિર ખાન અને રીના ખાનના બે બાળકો છે, જુનૈદ ખાન અને ઈરા ખાન. થોડા વર્ષો પહેલાં કરણ જોહરના શો કોફી વિથ કરણમાં ફાતિમા સના શેખ અને આમિર ખાન મહેમાન તરીકે દેખાયાં હતાં. એ દરમિયાન બંને સ્ટાર્સે પોતાના બોન્ડિંગ વિશે ખુલીને વાત કરી હતી. ત્યારથી જ લોકો અનુમાન લગાવવા લાગ્યા હતા કે આ બંને સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે આ વાત સાચી છે કે નહીં તેનો ખુલાસો હજુ સુધી થયો નથી.
સના શેખે આમિર સાથે બે ફિલ્મોમાં કામ કર્યું
ઉલ્લેખનીય છે કે ફાતિમા સના શેખે આમિર ખાનની ફિલ્મ દંગલથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને તેમાં અભિનેત્રીએ આમિરની પુત્રીનો રોલ કર્યો હતો. આ પછી ફાતિમા ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મમાં જોવા મળી હતી જેમાં આમિર ખાન લીડ રોલમાં હતો. જો કે આ બિગ બજેટ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઇ હતી.