બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A youth who was a victim of superstition in Rajkot filed an application at the police commissioner's office

ધર્મના નામે ધતિંગ / 'તમારું કામ અઘરું છે' કહી રાજકોટમાં ભુવાએ 8 લાખ પડાવી લીધા, દારૂ સહિત કુંવારી છોકરીની માંગ કરતા મામલો બિચક્યો

Malay

Last Updated: 11:23 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો આવ્યો સામે, અંધશ્રદ્ધાનો ભોગ બનેલા યુવકે પોલીસ કમિશનર કચેરી ખાતે કરી અરજી.

  • તમારું કામ અઘરું છે કહી ભુવાએ 8 લાખ પડાવ્યા
  • વિવિધ ડિમાન્ડ કરીને 8 લાખ પડાવ્યાની અરજી 
  • રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની આપી ધમકી

Rajkot News: ગુજરાત સમેત દેશભરમાં અંધશ્રદ્ધાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. ઘણા લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનીને લાખો હજારો રૂપિયા ગુમાવી દેતા હોય છે તો ઘણીવાર આવી જ અંધશ્રદ્ધાને લઈને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. આજે ભલે દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ હોય પરંતુ આજે પણ ઠેર ઠેર અંધશ્રદ્ધા જોવા મળે છે. ત્યારે રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભુવાએ 'તમારું કામ અઘરું છે' કહીને 8 લાખ પડાવતા પીડિતે પોલીસ કમિશનર કચેરી ખાતે ભૂવા સામે અરજી આપી છે. 

ભુવાએ 8 લાખ પડાવ્યા
રાજકોટના મંગળા મેઈન રોડ પર રહેતા અને નોકરી કરતા મનીષ લોટીયા અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. મનીષભાઈ પાસેથી ભુવાએ વિવિધ ડિમાન્ડ કરીને 8 લાખ પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ભુવાએ દારુની બોટલ, મટન, કુંવારી છોકરીની માંગ કરતા મામલો બિચક્યો હતો. મનીષભાઈ લોટીયાએ ભુવા પાસેથી રૂપિયા પરત માંગતા ભુવાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મનીષ લોટીયાએ ભુવાજી અરુણ સાપરિયા સામે પોલીસ કમિશનરને અરજી કરી છે. 

મનીષ લોટિયા (ભોગ બનનાર)

પૈસા પરત માંગતા આપી ધમકી
મનીષ લોટીયાએ કહ્યું કે, પારિવારિક મુશ્કેલીમાં ભુવા અરુણ સાપરિયા સાથે સંપર્ક થયો હતો. જે બાદ ભુવાએ મુશ્કેલી દૂર કરવા માટે પહેલા 40 હજાર રૂપિયા, એક સ્કોચની બોટલ અને મટનની માંગ કરી હતી. જે બાદ ભુવાએ અત્યાર સુધીમાં સાતથી આઠ લાખ રૂપિયા લીધા હતા. પછી મને ભુવાએ કહ્યું કે કુંવારી છોકરી લઈ આવ એટલે તારું કામ થઈ જશે, પછી મને ખબર પડી કે આ માણસ ખોટો છે. મેં ભુવા પાસેથી રૂપિયા પરત માગતા ભૂવાએ મને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળતા મેં રાજકોટ પોલીસ કમિશનર સાહેબને અરજી કરી છે.  

અંધશ્રદ્ધાનો ભોગ બનેલા યુવકે પો.કમિશનરને કરી અરજી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ