બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A youth was murdered at Jyo's de-addiction center, later ruled a natural death

સફળતા / જ્યોના વ્યસનમુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા થઈ, બાદમાં કુદરતી મોતમાં ખપાવવાનો કારસો ઘડાયો, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

Kishor

Last Updated: 12:27 AM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત તા. 17 ના રોજ પાટણના જ્યોના વ્યસનમુક્તિ કેન્દ્રમાં થયેલ યુવકનું મોત કુદરતી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેની હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવતા હાહાકાર મચી ગયો છે.

  • પાટણમાં એક યુવકના મોતનો મામલો
  • પાટણ B ડિવિઝન પોલીસને મળી મોટી સફળતા
  • જ્યોના વ્યસનમુક્તિ કેન્દ્રમાં એક યુવકનું થયેલુ મોત હત્યામાં ફેરવાયુ

તાજેતરમાં પાટણમાં આવેલ જ્યોના વ્યસનમુક્તિ કેન્દ્રમાં એક યુવકનું સહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. જે. મામલે પોલીસ તપાસમા સનસનાટી મચાવતી હકીકત સામે આવી છે. પાટણમાં 17 ફેબ્રુઆરીના રોજ યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ અંગે પોલીસને શંકા જતા તપાસ તેજ બનાવી હતી. જેમાં યુવકના હાથ પગ બાંધી ઢોર માર મારવામાં આવ્યો હોવાને લીધે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. આમ વ્યસનના બદલે યુવાનનો જીવ જ છૂટી છતાં પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. બીજી બાજુ હત્યાને કુદરતી મોતમાં ખપાવી દેવાના કારસાને લઈને સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી છે.

A youth was murdered at Jyo's de-addiction center, later ruled a natural death



યુવાનની હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો આરોપીઓનો હતો પ્રયાસ

17 ફેબ્રુઆરીના રોજ જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં હાર્દિક સુથાર નામના યુવાનું મોત નીપજ્યું હતું. જે પ્રકરણમાં પાટણ બી ડિવીઝન પોલીસને યુવકના મોતનું રહસ્ય ઉકેલી નાખવામા સફળતા સાંપડી છે અને યુવાનની હત્યાને કુદરતી મોતમાં ખપાવવાના આરોપીઓના પ્રયાસ પણ પોલીસે પાણીઢોળ કર્યું છે. બી ડિવીઝન પોલીસને મોટી સફળતા મળતા આ મામલે ધગધગતા ખુલાસા થયા છે. યુવક જ્યોના વ્યસનમુકિત કેન્દ્રમાં સારવાર લઇ રહ્યો હતો. જેને લત છોડાવવા માટે યુવકના હાથ પગ બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો. જે માર જીવલેણ નિવડતા યુવાન પરલોક પામ્યો હતો.

A youth was murdered at Jyo's de-addiction center, later ruled a natural death

B ડિવિઝન પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ
બાદમાં જેલવાસના ડરને લઈને પાટણના સરદાર કોમ્પલેક્ષમાં આવેલ જ્યોના વ્યસનમુકિત કેન્દ્રના ભેજાબાજ આરોપીઓએ કરામત વાપરી આ હત્યાને કુદરતી મોતમાં ખપાવી દેવા સમગ્ર કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. જોકે પોલીસે આ પ્રયાસને નાકામ કરી હાર્દિક સુથારની હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓ 7 આરોપીઓ સામે ગુન્હો નોંધી પોલીસે સાતેય આરોપીઓને દબોચી લઈ તપાસ આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ