બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / A woman from a millionaire family of Rajkot came to sell her kidney

ચોંકાવનારો બનાવ / દેશ-દુનિયામાં નામ ધરાવતા રાજકોટના કરોડપતિ પરિવારની મહિલા કિડની વેચવા પહોંચી, વાત સાંભળીને ચોંકી ગયા ડૉક્ટર

Malay

Last Updated: 01:48 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટનો ગર્ભ શ્રીમંત પરિવાર દેવાના દાવાનળમાં સપડાતાં મહિલા કિડની વેચવા હોસ્પિટલ પહોંચી, 'દેવું ઉતારવા કિડની વેચવી છે' તેવું જણાવતાં ડોક્ટર ચોંકી ઉઠ્યા.

  • મહિલા કિડની વેચવા હોસ્પિટલ પહોંચી 
  • હાઇપ્રોફાઇલ પરિવારની મહિલાનો નિર્ણય
  • દેવામાં સપડાયેલા પરિવારને ઉગારવા નિર્ણય
  • મહિલાને સમજાવવા અભયમની ટીમ બોલાવાઇ

Rajkot News: રાજકોટના હાઇપ્રોફાઈલ પરિવારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સમયે ડીઝલ એન્જિન અને ઓટો પાર્ટ્સમાં જે પરિવારનો દેશ અને દુનિયામાં દબદબો હતો તે ગર્ભ શ્રીમંત પરિવાર દેવાના દાવાનળમાં સપડાતાં પરિવારની મહિલા ખાનગી હોસ્પિટલ ખાતે કિડની વેચવા પહોંચતા તબીબ ચોંકી ઉઠ્યા હતા. જોકે, અભયમની ટીમે તેમને સમજાવીને નવી આશા અને હિંમત આપતા તેઓ માની ગયા હતા. જે બાદ તેઓએ કહ્યું હતું કે, 'હવે હું આવું કોઈ દિવસ નહીં વિચારું.'

હોસ્પિટલમાં પહોંચીને મહિલાએ કહ્યું- 'મારે કિડની વેંચવી છે'
ગત 16મી ઓગસ્ટના રોજ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલા પોતાની કિડની વહેંચવા માટે પહોંચી હતી. હોસ્પિટલ ખાતે પહોંચીને મહિલાએ તબીબોને પૂછ્યું હતું કે, 'મારે કિડની વેચવી છે, શું કિંમત આવે?' ખાનગી હોસ્પિટલના ડોક્ટર પણ આ વાત સાંભળીને ચોકી ઉઠ્યા હતા. જે બાદ તબીબે અભયમની ટીમને ફોન કરી હોસ્પિટલ ખાતે બોલાવી હતી. 

અભિયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું
જે બાદ 181 રેસકોર્ષ ટીમના કાઉન્સેલર જીનલબેન વણકર અને કોન્સ્ટેબલ પૂજાબેન હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ટીમે કિડની વેચવા માટે આવેલી મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું અને મહિલાને કિડની વેચવા પાછળનું કારણ જણાવવા કહ્યું હતું. મહિલાએ દુઃખ સાથે જણાવ્યું હતું કે, 'મારા પતિ અને મારા બે છોકરાઓ ઉપર ખૂબ દેવું થઈ ગયું છે. જેથી અમારા ઘરમાં રોજના ઝઘડા થાય છે અને મારા પતિ ખૂબ જ ટેન્શનમાં રહે છે અને આત્મહત્યા કરવાનું વિચારે છે. તેથી હું એક પત્ની તરીકે મારા પતિની મદદ કરવા માગું છું અને હું મારી એક કિડની વેચીને મારા પતિનું દુઃખ હળવું કરવા માગું છું.' 

ટીમે મહિલાને સમજાવી    
181ની ટીમે મહિલાને સમજાવી હતી કે, તમે આ કિડની વેચવાની વાત તમારા પતિ અને છોકરાઓને જાણ કરી છે? તો મહિલાએ ના પાડી હતી. જે બાદ ટીમે મહિલાને કહ્યું હતું કે, દેવું થવાથી કોઈને પણ આત્મહત્યા કરવી જોઈએ નહીં અને કિડની વેચવાનો વિચાર યોગ્ય નથી. તમારા બંને છોકરાઓ 18 વર્ષ ઉપરના છે તો તે લોકો પણ કામકાજ કરવા માટે જઈ શકે છે અને તમે પણ નાના-મોટા કામ કરીને પૈસા કમાઈ શકો છો. નાના મોટા દેવા માટે તમારા જીવનને જોખમમાં નાખીને કિડની વેચવી જોઈએ નહીં. 


    
હપ્તા ન ભરવાથી ઘરે આવી છે નોટિસ
ત્યાર બાદ મહિલાના પતિનો ફોનથી સંપર્ક કરીને હોસ્પિટલ બોલાવ્યા હતા. 181ની ટીમે તેમની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓએ ઓનલાઇન હોમ ક્રેડિટની લોન લીધેલી. જેના હપ્તા ન ભરવાથી પેનલ્ટી આવેલી અને એમના ઘરે નોટિસ પણ આવેલી. તેથી આગળ તેમને શું કરવું તે સમજાતું ન હતું. વિગતો જાણી 181ની ટીમે તેમને સમજાવ્યા હતા કે, તમે આત્મહત્યાના વિચાર કરશો તો તમારા પત્ની અને તમારા છોકરાઓ પર વધારે ખરાબ અસર થશે અને તમે આવી રીતના મનથી હારી જશો તો તમારા પત્ની અને તમારા બાળકો પણ હતાશ થઈ જશે. તેથી ઘરના બધા સભ્ય જો મહેનત કરી કમાવાનું શરુ કરી દેશો તો તમારા ઘરનું દેવું જલ્દી ખતમ થઈ જશે. 
    
કાઉન્સેલિંગથી પરિવારમાં આવી નવી હિંમત
આખરે કાઉન્સેલિંગથી પરિવારમાં નવી આશા અને હિંમત આવી હતી અને પરિવારે 181 ટીમનો દિલથી આભાર માન્યો હતો અને હવે પછી કોઈ દિવસ કોઈ આત્મહત્યાના વિચાર નહિ કરે અને આવી રીતે કિડની વેચવા માટે પણ નહીં વિચારે તેવી ખાતરી આપી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ