બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / A three-day "Shiva Darshan" exhibition of pictures of Lord Shiva has been organized at Somnath Temple

રાજકોટ / ત્રણ પેનનો ઉપયોગ કરી ભગવાન શિવની 200થી વધુ કલાકૃતિ બનાવી, 10 ચોપડી ભણી પાન-પાર્લર ચલાવતા 'ઘેલા' શિવભક્ત

Dinesh

Last Updated: 07:19 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના હસમુખ પટેલ ભગવાન શિવના અનોખા ભક્ત છે, તેઓએ ભગવાન શંકરના વિવિધ પ્રંસગો જેવા કે શિવ તાંડવ, ગંગા અવતરણ, ભસ્માસુર વધ જેવા પ્રસંગોને આવરી લઈને ચિત્રો દોર્યા છે.

  • ઘેલા સોમનાથ મંદિર ખાતે શિવ દર્શનનું આયોજન
  • શિવની 200થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ 
  • હસમુખ પટેલ જાતે જ ચિત્ર દોરે છે


પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શનનો અનોખો મહિમા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ પાસે આવેલા ઘેલા સોમનાથ મંદિર ખાતે "શિવ દર્શનનું" ત્રણ દિવસ માટે શિવજીના ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. એટલું જ નહીં જેમાં ઘેલા સોમનાથનો મહિમા અને ઇતિહાસ રૂપે જે તે ચિત્ર પાસે લખાણ પણ મૂક્વામાં આવ્યું છે. જેથી નવી પેઢી અને શિવ ભક્તો મહિમા જાણી શકે. અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા માત્ર ત્રણ પેનનો ઉપયોગ કરી ભગવાન શિવની 200થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ છે.

ભગવાન શિવના અનોખા ભક્ત
અમદાવાદના હસમુખ પટેલ ભગવાન શિવના અનોખા ભક્ત છે. તેઓ જોધપુર વિસ્તારમાં પાન પાર્લર ચલાવે છે. જેઓ છેલ્લાં 18 વર્ષથી ભગવાન શિવના ચિત્રો બનાવી રહ્યાં છે. તેમજ અત્યાર સુધીમાં 500 જેટલા ચિત્રો તેમણે બનાવ્યા છે. માત્ર 10 ધોરણ સુધી ભણેલા હસમુખભાઈએ ચિત્રો બનાવવાની તાલીમ પણ લીધેલી નથી. જોકે સ્વયં સ્ફૂર્ણાથી તેઓએ ભગવાન શંકરના વિવિધ પ્રંસગો જેવા કે શિવ તાંડવ, ગંગા અવતરણ, ભસ્માસુર વધ જેવા પ્રસંગોને આવરી લઈને ચિત્રો દોર્યા છે. 

જ્યોતિલિંગની કથાઓ
બાર જ્યોતિલિંગની કથાઓને આવરી લઈને બનાવેલા ચિત્રોનું પ્રદર્શન કરી છેવાડાના ગ્રામજનોને ભગવાન શિવની વિવિધ મહિમા બતાવવાના આ અભિયાનની શરૂઆત કરી છે. હસમુખ પટેલે ખાસ વાતચીતમાં જણવ્યું હતું કે, તેમના મતે ભગવાન શિવના ચિત્રો તેઓ માત્ર દર્શનાર્થે જ રાખે છે. જોકે 2006માં સોમનાથ મહાદેવથી શરૂ કરેલી શિવ દર્શન યાત્રા 2023માં પણ અવિરત ચાલુ જ રાખી છે. 

ઘેલા સોમનાથ ખાતે પ્રદર્શન
હસમુખ પટેલ જાતે જ ચિત્ર દોરે છે, ચિત્રના માધ્યમથી મહાદેવ સ્વયંભૂ બેઠા હોય તેવા અલૌકિક દર્શન લોકોને થઈ રહ્યા છે. સોમનાથ લૂંટની વાત હોય કે, પછી 1457માં મહાદેવ પર થયેલા આક્રમણની કથા હોય. આ તમામ વાતોને આવરી લઇ ગુજરાત ભરના શિવાલયોમાં પ્રદર્શન કરી રહ્યા છે. અત્યારે 28 તારીખ સુધી જસદણના ઘેલા સોમનાથ ખાતે આ પ્રદર્શન ચાલી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન જે ઠેકાણે ઉતર્યું છે તેને ભારતે શિવશક્તિ પોઈન્ટ એવું નામ આપ્યું છે. આ શિવશક્તિ પોઈન્ટ પર ફરી રહેલું રોવર ઈસરોના વીડિયોમાં દેખાતું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ