બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / A shocking case of fraud in the name of online shopping in Navrangpura Ahmedabad

અમદાવાદ / ઓનલાઈન ઠગાઇ કરતી આ ત્રિપુટીથી ચેતજો, મીંત્રા વોલેટ હેક કરી બારોબાર સામાન મંગાવી લેતા, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ સ્તબ્ધ

Kishor

Last Updated: 05:48 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નવરંગપુરામાં ઓનલાઈન ખરીદીના નામે છેતરપિંડીનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોમ્પ્યુટર સાયન્સના 3 વિદ્યાર્થીઓએ છેતરપિંડી આચરતા ચકચાર મચી છે.

  • અમદાવાદના નવરંગપુરામાં ઓનલાઈન ખરીદીના નામે છેતરપિંડી
  • કોમ્પ્યુટર સાયન્સના 3 વિદ્યાર્થીઓએ આચરી છેતરપિંડી
  • છેતરપિંડી આચરનારા ત્રણેય વિદ્યાર્થીની ધરપકડ

પબ્જી ગેમની મિત્રતાએ વિદ્યાર્થીઓને ઠગાઈના રવાડે ચઢાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઓનલાઈન ખરીદીની એપ્લિકેશન વોલેટને હેક કરીને ઓનલાઈન ખરીદી કરતા હતા. બાદમાં કોમ્પ્યુટર સાયન્સના આ વિદ્યાર્થીઓએ ટેક્નિકલ માસ્ટરીનો દૂર ઉપયોગ કરીને ઠગાઈ આચરતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લોકડાઉનનો લાભ ઉઠાવી ગુજરાતીઓ સાથે 120 કરોડની છેતરપીંડી, સાઈબર ક્રાઈમને મળી  અધધ ફરિયાદ| Fraud with Gujaratis taking advantage of lockdown, cyber crime  gets online fraud complaint


આરોપી અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોમ્યુટર સાયન્સમાં કરતા હતા અભ્યાસ
કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર ગૌરાંગ પટેલ અને નિલ હરસોલા તેમજ સગીરે ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ આચરી હતી. આ ત્રણેય મિત્રો કોમ્પ્યુટરના માસ્ટર છે. તેમને ઓનલાઈન ખરીદી માટેના વોલેટને હેક કરીને ખરીદી કરી અને છેતરપીંડી આચરી હતી. નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે પોતે છેલ્લા 5 વર્ષથી મીંત્રા નામની શોપિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જેમાં વોલેટ ચેક કરતા ખબર પડી હતી કે 3300 રૂપિયાની ઓનલાઈન ખરીદી થઈ હતી. જેથી મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ટેક્નિકલ એનાલિસી અને ઓનલાઈન પાર્સલની માહિતી મેળવીને 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

ઓનલાઈન ખરીદી કરીને વસ્તુનું વેચાણ કરતા હતા

પકડાયેલ વિદ્યાર્થીઓમાં ગૌરાંગ પટેલ વડોદરાનો રહેવાસી છે અને પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે નિલ હરસોલા અમદાવાદની એલ જે કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરે છે.જ્યારે અન્ય સગીર વિદ્યાર્થી રાજકોટની કોલેજમાં અભ્યાસ કરે છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ પબ્જી ગેમમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને મિત્ર બન્યા હતા. આ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ પર ફ્રી કોમ્બો મેઈલ ઍક્સેસ વેબસાઇટ પર લોકોના ડેટા મેળવીને ઓનલાઈન ખરીદીની મીંત્રા વેબસાઈટ પર બગ (એરર) દ્વારા ગ્રાહકની જાણ બહાર મોબાઈલ તથા ઇમેઇલ આઇડી ચેન્જ કરીને વોલેટ હેક કરીને ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ કરતા હતા. જેમાં હેક કરેલા મીંત્રાના વોલેટમાંથી ગૌરાંગ ઓનલાઈન ખરીદી કરીને અમદાવાદમાં નિલના એડ્રેસ પર પાર્સલ ડિલિવરી કરાવતો હતો. નિલ આ વસ્તુઓ વેચીને 20 કમિશ્નર મેળવીને રાજકોટના સગીરાને પૈસા આપતો હતો. આ સગીર પણ 20 ટકા કમિશ્નર લઈને 60 ટકા રૂપિયા ગૌરાંગને મોકલતો હતો.


તપાસમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓ હોસ્ટેલની ફી ભરવા અને મોજશોખ માટે પૈસાની જરૂર હોવાથી ઠગાઇ કરી હતી. જેમાં ગૌરાંગએ અગાઉ મીંત્રા વેબસાઈટ પર ઇમેઇલ દ્વારા બે વખત બગ (એરર)ની જાણ કરી હતી. પરંતુ મીંત્રા દ્વારા સુરક્ષા નહિ વધારતા આ યુવકોએ ઠગાઈ કરી અને દોઢ મહિનામાં 20 જેટલી ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ આચરી હતી. હાલમાં આ વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ