બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A luxurious gambling house run in a bungalow in Vejalpur is busted

કાર્યવાહી / વેજલપુરમાં બંગલામાં ચાલતા લક્ઝુરિયસ જુગારધામનો પર્દાફાશ, માલિક સહિત 10ની ધરપકડ

Priyakant

Last Updated: 04:35 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: જુગારિયા પાસેથી 3.35 લાખની રોકડ સહિત4.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોઃ છેલ્લા ઘણા સમયથી બંગલાનો માલિક પોતાના ઘરમાં જુગારધામ ચલાવતો હતો

  • અમદાવાદ શહેરમાં લક્ઝુરિયસ જુગારધામનો પર્દાફાશ
  • ક્રાઇમ બ્રાંચે બંગલામાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો
  • જુગારિયા પાસેથી 3.35 લાખની રોકડ સહિત4.75 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દારૂ તેમજ જુગારના અડ્ડા ચાલી રહ્યા છે જેના પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ક્રાઇમ બ્રાંચ, લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB), પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (PCB) તેમજ સ્થાનિક પોલીસ રેડ કરતી હોય છે. પોલીસની કામગીરીના કારણે બુટલેગર તેમજ જુગારનો અડ્ડા ચલાવતા કુખ્યાત લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જેના કારણે તે સાવચેતી રાખીને પોતાના ઇરાદા પાર પાડી રહ્યા છે. 

બુટલેગર દારૂનું કટિંગ કરવા માટે પોતાના અડ્ડા બદલે છે ત્યારે જુગારનો અડ્ડો ધરાવતા લોકો પણ પોતાના અડ્ડા બદલી રહ્યા છે. ગઇ કાલે ક્રાઇમ બ્રાંચની ટીમે વેજલપુર ગામમાં આવેલા એક બંગલામાં રેડ કરીને જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. બંગલાનો માલિક પોતાના આર્થિક ફાયદા માટે જુગારિયાને ઘરમાં બોલાવીને જુગાર રમાડતો હતો. ક્રાઇમ બ્રાંચે બંગલામાં માલિક સહિત કુલ દસ લોકોને ૩.૩૫ લાખની રોકડ સાથે ધરપકડ કરી છે. 

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વેજલપુર ગામમાં આવેલા મહાદેવવાળા વાસ ખાતે ટ્વિંકલ બંગલો આવેલો છે. જેમાં છેલ્લા ઘણા દિવસથી જુગારધામ ચાલે છે. બંગલાના માલિક કનક ઉર્ફે ટીના સેંઘાજી ઠાકોર પોતના આર્થિક ફાયદા માટે રોજ અલગ અલગ ખેલીઓને પોતાના ઘરમાં બોલાવી જુગારધામ ચલાવે છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી જ્યાં બંગલાના પહેલા માળ પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. 

ક્રાઇમ બ્રાંચ રૂમમાં પહોંચી જતાં જુગારિયાએ પોતાના હાથમાં રહેલા ગંજીફાનાં પાનાં જમીન પર ફેંકી દીધાં હતાં અને ભાગવાની કોશિશ કરી હતી. જોકે ક્રાઇમ બ્રાંચે ચારેય દિશાથી કોર્ડન કરી લેતાં એક પણ જુગારી ભાગવામાં સફળ રહ્યો નહીં. ક્રાઇમ બ્રાંચે બંગલાના માલિક કનક ઠાકોર, મિનેશ પટેલ (રહે. થલતેજ), સંજય પટેલ (રહે. બદરખા), વિપુલ પટેલ (રહે. બદરખા), અલકેશ ઠાકોર (રહે. નવાપુરા, અમદાવાદ જિલ્લો), જયેન્દ્રસિંહ સિસોદિયા (રહે. વેજલપુર), કૌશિક પટેલ (રહે. બદરખા) અને રવિ ઠાકોર (રહે. ભાટ, અમદાવાદ જિલ્લો)ની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાંચે તેમની પાસેથી 3.35 લાખ રોક્ડ, 6 મોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુઓ મળીને કુલ 4.75લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાંચે તમામની ધરપકડ કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે. કનક પોતાના બંગલામાં જુગારિયા માટે નાસ્તા, સિગારેટ, જમવાની તમામ લક્ઝુરિયસ સુવિધા પુરી પાડતો હતો. આ સિવાય તમામ જુગારિયા પાસેથી જુગાર રમવા માટે બેસવાના તગડા રૂપિયા પણ લેતો હતો. છેલ્લા ઘણા સમયથી કનક પોતાના બંગલામાં જુગારધામ ચલાવતા હોઈ અંતે ક્રાઇમ બ્રાંચે રેડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ