બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / A group of 22 people along with Jainacharya of Vadodara reached Pakistan from Wagah border

ભારતથી પાક.વિહાર / પાકિસ્તાનમાં જૈનાચાર્યની પદયાત્રા: વાઘા બોર્ડરથી સંઘે કર્યો પ્રવેશ, લાહોરના મ્યુઝિયમમાં ચરણ પાદુકાના કરશે દર્શન

Malay

Last Updated: 11:55 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના જૈનાચાર્ય સાથે 22 લોકોનો સંઘ વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચ્યો છે. જૈનાચાર્ય આવતીકાલે લાહોરમાં આત્મારામજી મહારાજની ચરણ પદુકાના દર્શન કરશે.

 

  • જૈનાચાર્ય પ્રથમ વખત પાકિસ્તાન પહોંચ્યા
  • 22 લોકોના સંઘ સાથે પાકિસ્તાન પહોંચ્યા
  • આત્મારામજી મહારાજની ચરણ પદુકાના કરશે દર્શન

આઝાદી પછીના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ જૈનાચાર્ય વિહાર કરવા માટે ભારતથી પાકિસ્તાન પહોંચ્યા છે. વડોદરાના જૈનાચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજ સાહેબ વાઘા બોર્ડરથી 22 લોકોના સંઘ સાથે પગપાળા પાકિસ્તાન પહોંચ્યા છે. આ સંઘ આવતીકાલે લાહોરના સરકારી મ્યૂઝિયમ ખાતે પહોંચશે. અહીં વિજયાનંદસૂરી મહારાજ (આત્મારામજી મહારાજ)ની ચરણપદુકાના દર્શન કરશે.

અટારી-વાઘા બાર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો
વલ્લભસૂરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજે 22 લોકોના સંઘ સાથે ગઈકાલે અટારી-વાઘા બાર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. આપને જણાવી દઈએ કે આઝાદી પછી પ્રથમ વખત કોઈ જૈન મુનિ ભારતથી પાકિસ્તાન વિહાર કરવા નીકળ્યા છે. 

પગપાળા પહોંચશે લાહોર 
આ અંગે માહિતી આપતા જૈન સમાજ અગ્રણી જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષમાં કોઈ જૈન મુનિ પાકિસ્તાન વિહાર કરવા માટે નથી પહોંચ્યા. પરંતુ વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજ સાહેબ, મહાભદ્રવિજય મહારાજ સાહેબ, મુનિરાજ ઋષભચંદ્ર વિજય ધર્મ કીર્તિવિજય અને તેમની સાથે 18 શ્રાવકને પગપાળા પાકિસ્તાનમાં વિહાર કરવાની બંને દેશોની સરકારે મંજૂરી આપી છે. 

વિજયાનંદસૂરી મહારાજની ચરણપાદુકાનાં કરશે દર્શન 
તેઓએ જણાવ્યું હતું કે, ધર્મધુરંધર સૂરી મહારાજ સાહેબ 23 મેના રોજ લાહોર પહોંચશે. તેઓ લાહોર ખાતે સરકારી મ્યુઝિયમ સ્થિત ગુરુદેવ વિજયાનંદસૂરી મહારાજ (આત્મારામજી મહારાજ)ની ચરણપાદુકાના દર્શન કરશે. 
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ