બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / A fall in gold prices is an excellent opportunity to buy

ભાવ ઘટ્યા / સોનાની કિંમતમાં ફરી ઉલટફેર: 24 કેરેટનો ભાવ આટલી કિંમતે પહોંચી ગયો, જાણો કેટલું સસ્તું થયું ગોલ્ડ

Kishor

Last Updated: 05:53 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોમ્સોવારે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો આવ્યો છે, જે હાલ 60,070 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે.

  • સોના-ચાંદીના દાગીના બનાવવા ઇચ્છતા લોકો માટે એક રાહત
  • સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો
  • 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો

સોના અને ચાંદીના દાગીના પહેરવાના મોટા ભાગના લોકો શોખીન હોય છે, ત્યારે સોના-ચાંદીના દાગીના બનાવવા ઇચ્છતા લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. જેમાં સોમવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાની કિંમતની વાત કરીએ તો 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો આવ્યો છે, જે હાલ 60,070 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. અને 22 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 55,070 રૂપિયા પર પહોંચ્યો છે. 

જલ્દી કરજો.! સોનું-ચાંદી ખરદીવા માંગતા હોય તેના માટે ખુશખબર, આજે પણ ઘટયા  ગોલ્ડના ભાવ, જુઓ લેટેસ્ટ રેટ / Good news gold silver gold prices today  business mcx

કિલો ચાંદીનો ભાવ હાલ 73,500 રૂપિયા

બીજી બાજુ ચાંદીના ભાવમાં વધુ ફેરફાર થયો નથી. એક કિલો ચાંદીનો ભાવ હાલ 73,500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં 0.09 ટકાનો ઘટાડો આવ્યો છે. જે હાલ 1969.20 ડોલર પ્રતિ ઓંસ છે. તો ચાંદીમાં 0.25 ટકાની તેજી સાથે 24.40 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે. આજે અમેરિકન કોંગ્રેસે યુએસ ફેડના ચેરમેન પોવેલની મીટિંગ છે. આ પ્રભાવ આવનારા દિવસોમાં સોના-ચાંદીની કિંમતમાં જોવા મળી શકે છે. 

આજે સસ્તું થયું સોના- ચાંદી, ખરીદતા પહેલા જાણો કેટલા ઘટ્યા ભાવ | gold price  today down and silver also fall on 30 august 2021 on mcx check latest price

વાયદા બજારમાં સોનાની કિંમતમાં 9 રૂપિયાનો ઘટાડો

વાયદા બજારમાં સોનાની કિંમતમાં 9 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 59,345 રૂપિયા છે અને એમસીએક્સ પર સોનાના લોટ્સનું ટર્નઓવર 13,744 સુધી રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આજે નવી પોઝિશન ન બનવાને કારણે સોનાની કિંમતમાં વાયદામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ